અમદાવાદ: ઉત્તરાયણ પર્વમાં સુરક્ષા માટે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, ઘાયલ પક્ષીઓ માટે કરૂણા અભિયાનની ટીમ તૈયાર

Ahmedabad: Special arrangements made by forest dept for injured birds during Uttarayan ahmedabad Uttarayan parv ma suraksha mate police nu round the clock petroling gayal pakshio mate karuna abhiyan ni team taiyar

મકરસંક્રાંતિને અનુલક્ષીને સંબંધિત તમામ સરકારી વિભાગો દ્વારા જડબેસલાખ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ વિભાગ દ્વારા રેપીડ એક્શન ફોર્સની એક અને SRPની વધારાની 5 કંપનીઓ સહિત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગ,પશુપાલન વિભાગ,108 દ્વારા વિવિધ સ્વૈચ્છીક સંગઠનો અને સ્વયંસેવકોની મદદથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મકરસંક્રાંતિની ઉજવણી માટે અમદાવાદીઓ સજ્જ થઈ ગયા છે. સુરક્ષા જાળવવા પોલીસ અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા વન વિભાગ અને પશુ પાલન વિભાગ સજ્જ થઈ ગયો છે. પતંગબાજો ધાબા પર ઉત્તરાયણ મનાવવા માટે સજ્જ થઈ ચુક્યા છે. પતંગ રસિકો છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદી કરવા નીકળ્યા હતા, અમદાવાદના તમામ પતંગ બજારોમાં મોડી રાત્રી સુધી પતંગ રસિયાઓ પતંગ દોરી ફીરકી સહિતની ચીજ વસ્તુ ખરીદતા જોવા મળ્યા હતા, પ્રસિદ્ધ રાયપુરમાં તો હૈયે હૈયુ ભીંસાય તેવી ભીડ જોવા મળતી હતી.

READ  VIDEO: અમદાવાદમાં દિવસભર ધીમીધારે મેઘ મહેર સાથે રસ્તા પર પાણીના કારણે લોકોને હાલાકી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમદાવાદીઓના પતંગ ઉડાડવાના ઉત્સાહ વચ્ચે સરકારી તંત્ર તમામ મોરચે સજ્જ થઈ ચૂક્યું છે, ઉત્તરાયણમાં કાતિલ પતંગની દોરીથી સેંકડો પક્ષીઓ ઘવાતા હોય છે, આવા ઘાયલ પક્ષીઓને નવજીવન બક્ષવા વનવિભાગે કરુણા અભિયાન અંતર્ગત ખાસ વ્યવસ્થા ગોઠવી છે. આ અંગે માહિતી આપતા વનવિભાગના વનપાલ જયસિંહ ભાટિયાએ જણાયું કે પક્ષીઓ માટે 10 મુખ્ય સારવાર કેન્દ્રો,18 પ્રાથમિક સારવાર કેન્દ્રો,10 મોબાઈલ વાન,ઘાયલ પક્ષીઓ માટે 68 કલેક્શન સેન્ટર
2100 સ્વયંસેવકો ખડેપગે ઉપસ્થિત રહેશે.

READ  શિયાળામાં વધી રહેલા વજનને કાબૂમાં રાખવું છે? આ રહ્યાં 5 ઘરગથ્થૂ ઉપાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે,અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા દ્વારા આજે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મિટિંગ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચનાઓ આપી હતી. એડિશનલ CP, તમામ ઝોનના DCP ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઈમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

READ  વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

 

આ પણ વાંચો: VIDEO: CM રૂપાણીએ CAAના સમર્થનમાં પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી

FB Comments