અમદાવાદ: ગંદકી બાબતે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી, ઈસ્કોન ગાંઠીયાને 50 હજાર અને ઓનેસ્ટ રેસ્ટોરન્ટને 5 હજાર રૂપિયાનો દંડ

Ahmedabad: Think thrice before throwing garbage on road, or be ready to empty your pockets ahmedabad gandki babate solid west department ni karyavahi Iscon ganthiya ne 50 thousand ane honest restaurant ne 5 thousand no dand

અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કડક દંડની જોગવાઈ કરી છે. રુપિયા 5 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીની દંડની રકમ રાખવામાં આવી છે, આ કરવા પાછળનું કારણ એ છે કે સ્વચ્છતાની લીસ્ટમાં અમદાવાદ પહેલુ આવવુ જોઈએ. શહેરીજનો આ નિયમ અને દંડને યોગ્ય પણ માને છે અને સાથે જ એવુ પણ માને છે કે સ્વચ્છતા જાળવવાની જવાબદારી કોર્પોરેશનની પણ એટલી જ છે.

READ  Mumbai: High-profile sex racket busted; 5 held

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે અમદાવાદમાં પતંગના વેપારીઓ પણ જાહેરમાં કચરો કરવા બદલ દંડાયા છે. ગંદકી બાબતે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરી છે. શહેરમાં 3 એકમને સીલ કરવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી કરતાં ઘોડાસરના ઈસ્કોન ગાંઠિયાને રૂપિયા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટને ગંદકી કરવા બદલ રૂપિયા 5 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

READ  Palanpur Court grants 3-day remand to Sadhvi Jayshree giri, Sadhvi says it's a conspiracy - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્વચ્છ શહેર અમદવાદ શહેર લખીને શહેર સ્વચ્છ થઈ જતુ નથી, એના માટે દરેક શહેરીજન અને સફાઈ વિભાગની પણ એટલી જ જવાબદારી છે. દંડની કાર્યવાહીથી લોકોમાં આ વાતનો ડર જરૂરથી રહેશે. શહેરની સ્વચ્છતા રહેશે તો રોગચાળો પણ નહીં ફેલાય અને શહેર રેન્કિંગમાં પણ નંબર વન થશે.

READ  અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, અપાશે હેરિટેજ લુક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments