VIDEO: કાલુપુર રેલવે સ્ટેશન પર રાત્રીના 3 કલાકે TCએ ટિકિટ માગતા 10 લોકોએ માર માર્યો

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ફરજ બજાવતા ટિકિટ ચેકરને મુસાફરોએ માર માર્યો. ટિકિટ ચેકર પ્રકાશ કુમાર રાત્રે ત્રણ વાગ્યે મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યાં હતા. આ સમયે રેલવે પ્લેટફોર્મ નંબર 12 પર 10થી વધારે લોકો ટીસીને જોઈ ભાગવા લાગ્યા. પ્રકાશ કુમારે આ મુસાફરોને રોકીને ટિકિટ માંગી તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને અભદ્ર શબ્દો બોલી ટિકિટ ચેકરને મારવા લાગ્યા.

આ પણ વાંચોઃ ઈન્ડિગો એરલાઈન્સમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી, બંને માલિકો વચ્ચે આંતરીક વિખવાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

10થી જેટલા લોકોના હુમલામાં ટિકિટ ચેકરને આંખ, હાથ અને પગના ભાગે ઈજા થઈ. પ્રકાશ કુમારને આંખના ભાગે લોહી નિકળતા ટાંકા લેવા પડ્યા. મારામારી સમયે જીઆરપીના જવાનો પહોંચ્યા હતા અને મફત ફરતા મુસાફરોને પકડી પોલીસને હવાલે કરવામાં આવ્યા. ઈજાગ્રસ્ત ટિકિટ ચેકરને સાબરમતી રેલવે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

ઈન્ડિગો એરલાઈન્સમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી, બંને માલિકો વચ્ચે આંતરીક વિખવાદ

Read Next

આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ લાભનો દિવસ

WhatsApp પર સમાચાર