અમદાવાદ VS હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી, નર્સે બાળકીના ડાબા હાથની પટ્ટીને કાપવા જતાં અંગુઠાનો ઉપરનો ભાગ કાપી નાખ્યો, જુઓ VIDEO

અમદાવાદ શહેરની VS હોસ્પિટલ વિવાદોની પર્યાય બની ગઈ છે. વી.એસ. હોસ્પિટલના સ્ટાફની ફરી એકવાર ઘોર બેદરકારી સામે આવી છે. અહીં સામાન્ય તાવ અને શરદીને કારણે માંહેનૂર નામની 6 મહીનાની  બાળકીને દાખલ કરવામાં આવી હતી.

 

બાળકી સાજી થઈ જતા તેને રજા આપવામાં આવી. આ સમયે નર્સે બાળકીના ડાબા હાથની પટ્ટીને કાતરથી કાપવા જતાં અંગુઠાનો ઉપરનો ભાગ કાપી નાખ્યો. આ નર્સની બેદરકારીથી સ્વજનો રોષે ભરાયા. જયારે બાળકીના માતા-પિતાએ હોસ્પિટલ તંત્રને ફરિયાદ કરી તો લાજવાને બદલે ગાજતા હોસ્પિટલ તંત્રએ બાળકીની અન્ય સારી હોસ્પિટલમાં સારવાર કરવાની સલાહ આપી.

READ  'Kyaa Kool Hain Hum 3' – India's first porn com! - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેનાથી રોષે ભરાયેલા સ્વજનોએ પોલીસ ફરિયાદ કરી તો અંતે વી.એસ. હોસ્પિટલના તંત્રને જવાબદારીનું ભાન થયું અને બાળકીને પીડિયાટ્રીક વોર્ડમાં દાખલ કરી નર્સ સામે પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું. આ બાળકીની માતા ફરહાના બાનુએ દોષિત સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

READ  મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO

આ પણ વાંચો: અમદાવાદને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે AMCએ કમર કસી, શરૂ કર્યુ આ અભિયાન, જુઓ VIDEO

FB Comments