VIDEO: અમદાવાદમાં ફરી એકવાર કોર્પોરેશનની બેદરકારી! ઘાટલોડિયાના કર્મચારીનગરમાં પાણીની ટાંકી ધરાશાયી

અમદાવાદમાં ફરી એકવાર કોર્પોરેશનની બેદરકારીથી મોટી જાનહાનિ ટળી છે. ઘાટલોડિયા વિસ્તારના કર્મચારીનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ. જેમાં એક મહિલાને સામાન્ય ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. ધરાશાયી થયેલી ટાંકીમાં બે લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાતો હતો. આ ટાંકી પડી જતાં હવે 15 સોસાયટીમાં પાણી મળતું બંધ થઈ ગયું છે. વહેલી સવારે જ્યારે આ ટાંકી ધરાશાયી થઈ ત્યારે લોકોને ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણઃ NCPના પ્રવક્તાનું નિવેદન, શિવસેના તૈયાર હશે તો અમે વિચારીશું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ફરીથી ભયના ઓથા હેઠળ, બેંગલુરૂ બાદ હવે આ હિલ સ્ટેશન પર લઈ જવાશે તમામ ધારાસભ્યોને

તો બીજીતરફ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ટાંકી એવા સમયે ધરાશાયી થઈ કે જ્યારે ત્યાં આસપાસ કોઈ નહોતું. પરંતુ જો દિવસ દરમિયાન આ ટાંકી પડી હોત તો મોટી જાનહાનિ થઈ હોત. આ ટાંકી વર્ષ 1975માં બનાવાઈ હતી. અને છેલ્લા 5 વર્ષથી જર્જરીત હાલતમાં હતી. લોકોનો આક્ષેપ છે કે- જર્જરીત ટાંકી અંગે મ્યુનિસિપલ કમિશનરને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતું સત્તાધીશોએ તેમની રજૂઆતો પર કોઈ ધ્યાન નહોતું આપ્યું. કહો કે કૉર્પોરેશનના સત્તાધીશોને લોકોની કોઈ જ ચિંતા નહોતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે મત માગવાનો હોય ત્યારે નેતાઓ આવી જાય છે. પરંતુ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના હોય ત્યારે શોધ્યે જડતા નથી.

READ  Check out what 'Devanshi' fame Helly Shah shopped for Diwali - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો બીજીતરફ આ વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે પણ સ્વીકાર્યું કે- અમદાવાદમાં ટાંકીઓનો સર્વે કરાયો હતો. અને જર્જરીત ટાંકીઓની યાદી બનાવાઈ હતી. જેમાં ધરાશાયી થયેલી ટાંકીનો પણ સમાવેશ થતો હતો. એનો અર્થ એ થયો કે-ચૂંટાયેલા પ્રતિનિધિને ખબર હતી કે ટાંકી ગમે ત્યારે પડી શકે છે. તેમ છતાં પણ કામગીરીને મોકૂફ રાખવામાં આવી હતી. તો બીજીતરફ ફાયર વિભાગના અધિકારીને આ અંગે પૂછવામાં આવ્યું તો, જવાબ આપવામાં તેમનો પણ પરસેવો છૂટી ગયો. અને ગોળમોળ જવાબ આપીને તંત્ર કામગીરી કરતું હોવાનો દાવો કર્યો.

READ  VIDEO: રાજકોટમાં સાધુના વેશમાં લોકોને લૂંટતી ચીખલીગર ગેંગને પોલીસે ઝડપી પાડી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments