VIDEO: અમદાવાદ સોલા સિવિલમાં વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ કોરોના પોઝિટિવ દર્દીના મોતનો પરિવારનો આક્ષેપ

Ahmedabad: Woman allegedly died due to blast in ventilator at Sola Civil hospital

સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. સોલા સિવિલમાં મહિલાને દાખલ કરાયા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા પરંતુ ગુરુવારે મોડી રાત્રે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ જેવું થયા બાદ મહિલાને મૃત જાહેર કરાતા હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ સગાએ કર્યો છે.

જોકે હોસ્પિટલના સત્તાધીશો આવી કોઈ ઘટના બની હોવાનો ઈન્કાર કરી રહ્યા છે. ગોમતીપુરનાં સમશેરબાગ ખાતે રહેતી 55 વર્ષની મહિલાનું મોત મોત થયા બાદ તેના પુત્રએ આક્ષેપ કર્યા છે. મહિલાના પુત્રએ આક્ષેપ કર્યો કે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીથી વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયા બાદ તેની માતાનું મૃત્યુ થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  છત્તીસગઢના ચંપારણમાં ફસાયા 90 ગુજરાતીઓ, ગુજરાત સરકાર પાસે કરી મદદની અપીલ

FB Comments