કોરોનાની સારવારના નિયમનું કર્યું ઉલ્લંઘન, AMCએ 2 ખાનગી હોસ્પિટલને ફટકાર્યો લાખો રુપિયાનો દંડ

Ahmedabad's 2 hospitals fined for charging from Corona patient
તસ્વીર પ્રતિકાત્મક છે.

કોરોના વાઈરસની સારવાર લોકોને સારી રીતે મળી રહે તે માટે સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ બેડ રિઝર્વ રાખ્યા છે. જો કે ખાનગી હોસ્પિટલો સતત વિવાદમાં આવી રહી છે અને નિયમનો ભંગ કરી રહી છે. અમદાવાદની બોડીલાઈન હોસ્પિટલને 5 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  આ સિવાય અમદાવાદમાં આવેલી અર્થમ હોસ્પિટલની સામે પણ કાર્યવાહી કરીને 5 લાખ રુપિયાનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. જે 50 ટકા બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હતા તેની પર સારવાર લઈ રહેલાં દર્દીઓની પાસેથી ચાર્જ વસૂલ્યો હતો. એક મહિલા પાસેથી સારવાર પેટે 4500 રુપિયા લીધા હતા. જો કે આ ઘટના સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 7 દિવસમાં જ દંડની રકમ ભરવા માટે આદેશ કર્યો છે. આમ 2 હોસ્પિટલની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.  અર્થમ હોસ્પિટલે બેડ ખાલી હોવા છતાં કોરોનાના દર્દીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગામોનો હવે થશે વિકાસ! રાજકોટના ચાર ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ

આ પણ વાંચો : કોરોના વચ્ચે શિક્ષણકાર્ય કઈ રીતે શરુ કરવું? માનવ સંશાધન મંત્રાલયે માગી સલાહ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments