ટ્રાફિકનો આવો VIDEO તમે કદાચ જ જોયો હશે, જુઓ VIDEO અને વિચારો કે અમદાવાદનો ટ્રાફિક વધારે ખતરનાક છે કે આ આંતરરાષ્ટ્રીય શહેરનો?

ટ્રાફિક નિયમોનું પાલન અંગે હજુ પણ આપણે ઘણાં પાછળ છીએ. વારંવાર દંડ ભરવાના નવા નિયમો હોવા છતાં રસ્તાઓ પર લોકો વિના હેલ્મેટ ડ્રાઈવિંગ કરતાં નજરે પડી જ જાય છે.

 

 

ભારતમાં ટ્રાફિકના નિયમોને હળવાશથી લેવામાં આવે છે. ઘણાંબધાં શહેરોમાં કડક નિયમો હોવા છતાં પણ કોઈ વિશેષ અસર પડી રહી નથી અને લોકો પોતાના જીવના જોખમે હેલ્મેટ વિના વાહનો ચલાવે છે. ટ્રાફિક પોલીસની વિવિધ સેફ્ટી ડ્રાઈવનો પણ ખાસ્સો પ્રભાવ લોકો પર પડી રહ્યો નથી. વિવિધ બહાનાઓ સાથે જે લોકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે અને પોતાની જ જિંદગી જાણી જોઈને જોખમમાં મુકે છે તેમને આ વીડિયો ખાસ કરીને જોવો જોઈએ.

તાઈવાનમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ છે અને ત્યાં હજોરો લોકો એકસાથે વેઈટીંગમાં રસ્તાઓ પર ઉભા જોવા મળે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ત્યાં ટ્રાફિકને લઈને લોકો નિયમોને ફોલો કરે છે અને કોઈપણ હેલ્મેટ વિના રસ્તાઓ પર નજરે પડતું નથી. આ વીડિયોમાં એકસાથે હજારો લોકો પસાર થઈ રહ્યાં છે છતાં તેમાંથી કોઈપણ હેલ્મેટ વિના કે ટ્રાફિકનો ભંગ કરતું જોવા નથી મળી રહ્યું.

READ  Gujarat CM celebrates women's day with under-training women cadets - Tv9 Gujarati

જોઈ શકો છો કે અમદાવાદ કરતાં તાઈવાનના આ શહેરમાં ટ્રાફિકની સમસ્યા કેટલી વિકરાળ છે છત્તા જ્યારે પણ સિગ્નલ ખુલે છે બધા ચાલકો આરામથી પસાર થઈ જાય છે. આપણે ત્યાં વાહનચાલકો પહેલાં જવા માટે આજુબાજુની હરોળમાં જવાના રસ્તાઓ પણ બ્લોક કરી દે છે અને બીજાને ત્યાં રોકાવું નથી તેમને રોકાવા મજબૂર કરે છે. આમ ટ્રાફિક નિયમન જો શીખવું હોય તો આ તાઈવાન આ શહેરમાંથી આપણે શીખવું જોઈએ.

READ  ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ વિશ્વના આ દેશોની જેમ કાયદાઓ લાગુ થશે! જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments