ગુજરાતનો પ્રથમ કિસ્સો, માતા-પિતાએ 22 વર્ષની અસાધ્ય બિમારીથી પિડાતી પથારીવશ દીકરી માટે હાઈકોર્ટમાં કરી ઈચ્છામૃત્યુની માગ

ગુજરાત હાઈકોર્ટમાં માતા-પિતાએ પીટીશન દાખલ કરીને પોતાની દીકરીના સ્વેચ્છામૃત્યુ માટેની પરવાનગી માગી છે. અસાધ્ય રોગોથી પીડાતા હોય તેને સ્વેચ્છામૃત્યુનો અધિકાર છે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું. આ દીકરી 22 વર્ષની પથારીવશ હોવાથી માતા-પિતાએ આ અરજી કરી છે. 

આ ગુજરાતનો પ્રથમ કિસ્સો છે જેમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાને લઈને દાદ માગવામા આવી છે અને સ્વેચ્છામૃત્યુને લઈને હાઈકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે. માતા-પિતાએ પોતાની 22 વર્ષની પથારીવશ અને અસાધ્ય રોગથી પિડાતી દીકરી માટે આ અરજી કરીને સ્વેચ્છામૃત્યુ માટે પરવાનગી આપવાની માગણી કરી છે. દીકરીને સેરેબલ પાલ્સી નામનો અસાધ્ય રોગ છે જેની કોઈ જ સારવાર શક્ય નથી આમ માતા-પિતાએ પોતાની દીકરીને વધારે પીડા ન સહન કરવી પડે અને તેને સ્વેચ્છામૃત્યુ મળે તે માટે હાઈકોર્ટના દરવાજાને ખખડાવ્યા છે.

 

READ  સુપ્રીમ કોર્ટમાં થશે હવે રામ મંદિરના મુદ્દા પર સુનાવણી, તારીખ થઈ જાહેર

સ્વેચ્છામૃત્યુ માટે આ અરજી કરાઈ છે કારણ કે છેલ્લા 22 વર્ષની વૈદેહી નામની તેમની દીકરી પિડાઈ રહી છે. આ અરજી સોલા વિસ્તારમાં આવેલાં ગણેશધામ બંગ્લોઝમાં રહેતાં બિઝનેસમેન દેવેન્દ્ર રાજગોરે કરી છે.

Oops, something went wrong.
FB Comments