6 કરોડ ગુજરાતીઓએ હવે નહીં જવું પડે દિલ્હી, રાજકોટને મળી AIMS હૉસ્પિટલ

કેન્દ્ર સરકારે અંતે ગુજરાતમાં રાજકોટ ખાતે AIMS હૉસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વડોદરાએ પણ AIMS હૉસ્પિટલની માંગણી કરી હતી, પરંતુ AIMS રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ખાતે ગઈ.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુરુવારે ગાંધીનગમાં આ જાહેરાત કરી.

તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઑલ ઇન્ડિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઇંસિઝ ( AIMS) હૉસ્પિટલ રાજકોટને ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ નજીક ખંઢેરી પાસે 1250 કરોડ રૂપિયાના ખર્ચે નવી હૉસ્પિટલ શરુ થશે. તેનું બાંધકામ 4 વર્ષમાં પૂર્ણ કરી દેવાશે.

AIMS હૉસ્પિટલ સંલગ્ન મેડિકલ કૉલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવવામાં આવી છે. આથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તક વધશે.

AIMS હૉસ્પિટલના ગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે બહુ મોટો લાભ મળી શકશે. ગુજરાતીઓએ સસ્તી સારવાર માટે હવે દિલ્હી સુધી લાંબુ નહીં થવું પડે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

AIMS હૉસ્પિટલના કારણે હાર્ટ ડિસીઝ, કૅંસર, ન્યૂરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર સુવિધાઓ હવે રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉપલબ્ધ બનશે. મેડિકલ ટૂરિઝ્મને વેગ મળશે. આથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં રિયલ એસ્ટેટ, હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ક્ષેત્રોમાં તેજી આવશે તથા રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

[yop_poll id=455]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories Of Gujarat : 20-05-2019- Tv9

FB Comments

TV9 Web Desk7

Read Previous

મૅગીએ પોતે પહેલી વાર સુપ્રીમ કોર્ટમાં માની લીધું કે મૅગી ખાવી એટલે ધીમે-ધીમે મોતના મોઢામાં જવું !

Read Next

ગુજરાત માટે આગામી 72 કલાક અત્યંત મુશ્કેલ, પડી શકે છે કાતિલ ઠંડી, ગરમ કપડાંમાં વિંટળાઈ જવા માટે થઈ જાઓ તૈયાર

WhatsApp chat