વિમાનના ભાડા ડબલ………કારણ ઉનાળો નહીં પરંતુ ચૂંટણીનો 7મો તબક્કો, વારાણસી-કોલકત્તાની ટિકિટના ભાવ જાણો

ઉનાળામાં હવાઇ મુસાફરીના ભાડામાં અચાનક નોંધપાત્ર વધારો દેખાયો છે. દિલ્હી હોય કે મુંબઇ, વારાણસી હોય કે કલકત્તા તમામ શહેરોની ફ્લાઇટોના ભાડા લગભગ ડબલ થઇ ગયા છે. ઓપરેટરો માને છે કે ભાડામાં વધારા માટે અનેક પરિબળો તો જવાબદાર છે. પણ સાથે સાતમાં તબક્કાનું ઇલેક્શન પણ જવાબદાર છે. મોટી સંખ્યામાં ગુજરાતથી કાર્યકર્તાઓ વારાણસી અને કોલકતા જઇ રહ્યા છે. તેના કારણે વારાણસી અને કોલકાતાની સીધી ફ્લાઇટો ઓવર બુક થઇ રહી છે.

જ્યારે દિલ્હી માટેનું હવાઇ ભાડું તો ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાડાને પણ આંબી રહ્યું છે. દેશમાં 19મી મેના દિવસે સાતમા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. જેમાં તમામની નજર ઉત્તર પ્રદેશના પૂર્વાચલ જેમાં ખાસ કરીને વારાણસી, તો પશ્ચિમ બંગાળના કોલકાતા તરફ વધુ છે. પરિમાણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાજકીય કાર્યકર્તાઓ વારાણસી અને કોલકાતાની ફ્લાઇટો પકડી રહ્યા છે.

 

જેનો લાભ વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે. ટુર ઓપરેટર્સની માનીએ તો સામાન્ય દિવસોમાં વારાણસીની વાત કરીએ તો 3000થી 3500ની કિમતની ટિકિટ હોય છે જે અત્યારના સમયમાં 6થી 7 હજાર રુપિયાની ટિકિટ થઇ ગઇ છે તે પણ એક તરફનો કોલકાતાની વાત કરીએ તો 8થી 10 હજારમાં રિટર્ન ટીકીટ મળતી હતી તેના ભાવ વધીને હવે 18 હજાર રિટર્નના ક્રોસ કરી રહી છે. મુંબઇની વાત કરીએ તો 3 હજારનો ભાવ વધીને 6 હજાર સુધી પહોચી ગયો છે. જ્યારે દિલ્હીની વાત કરીએ તો સમાન્ય સંજોગોમાં 4થી 6 હજારના બદલે તેનો ભાવ વધીને 12 હજાર સિંગલ રુટના થઇ ગયા છે.

Surat Fire: 19 dead bodies brought to SMIMER hospital- Tv9

FB Comments

Shyam Maru

Read Previous

આ કારણે રાજ્યની 6 કોલેજ થશે બંધ, GTU પાસે કોલેજ બંધ કરવાની માગી પરવાનગી

Read Next

કોંગ્રેસ કાર્યાલયમાં એક વ્યક્તિ તિરંગા સાથે આવીને બોલ્યો કે યોગી આદિત્યનાથ વિશે આવું નહીં કહેવાનું

WhatsApp chat