અમદાવાદમાં 2 દિવસ પહેલા બર્થ ડે પાર્ટીમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસે એરફોર્સ કર્મી સહિત 2ની કરી ધરપકડ

અમદાવાદના આનંદનગરમાં બે દિવસ પહેલા એક બર્થ ડે પાર્ટીમાં થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક એરફોર્સમાં એરમેન તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. અને તેની જ બર્થ ડે પાર્ટીમાં તેની જ રિવોલ્વરથી ફાયરિંગ કરાયાનો ખુલાસો થયો છે. જે રિવોલ્વર આરોપીએ જમ્મુ કશ્મીરમાં લાયસન્સ પર લીધી હોવાનો પણ ખુલાસો કર્યો છે.
20 સપ્ટેમ્બરે વિનસ એટલાન્ટિકમાં રાતે કેટલાક લોકો બર્થ ડે પાર્ટી યોજી તેમાં ફાયરિંગ કર્યાની પોલીસને ફરિયાદ મળી હતી અને ત્યાર થી જ પોલીસને મળેલી માહિતી આધારે કરણ અને કુલદીપ ની પોલીસ શોધખોળ કરી રહી હતી. અને બને મિત્રોને ભાડજ પાસેથી પકડી લેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાલ તો પોલીસે બન્નેને ઝડપી પાડયા છે અને બને મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મુખ્ય આરોપી એવા એરમેન કુલદીપ પરમાર સામે ફરિયાદ થતા એરફોર્સ તરફથી પણ કુલદીપ સામે પગલાં લેવાઈ શકે છે. ત્યારે બર્થ ડે પાર્ટીમાં ભાન ભૂલતા લોકો માટે પણ આ કિસ્સો એક લાલ બતી સમાન ગણી શકાય છે.

Top News Headlines Of This Hour : 04-04-2020 | Tv9GujaratiNews

FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192