ચેતી જજો અમદાવાદીઓ! અમદાવાદની હવા બની શકે છે જીવલેણ

અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોની હવા શ્વાસમાં લેવા જેવી નથી રહી કારણ કે, હવામાં સતત પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉડતી ધૂળના કારણે હવામાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને આગામી 22મી મે સુધીમાં અમદાવાદની હવા બિન-આરોગ્યપ્રદ રહે તેવી આગાહી એર ક્વોલિટી ઇન્ડેક્સની વેબસાઇટે કરી છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI એ હવાની શુદ્ધતા માપવાનો આંતરરાષ્ટ્રીય માપદંડ છે. આ માપદંડ અનુસાર શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી વધુ ગાંધીધામમાં 158 AQI નોંધવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં 135 AQI પ્રદૂષણ હતુ. તે જ રીતે વલસાડમાં 129 AQI અને ગાંધીનગરમાં 121 AQI પ્રદૂષણ નોંધાયું છે.

 

READ  રાજકોટની APMCમાં તુવેરના મહત્તમ ભાવ રહ્યા રૂ.5350, જાણો જુદા-જુદા પાકોના ભાવ

ત્યારે આણંદમાં 106, રાજકોટમાં 98 અને અંકલેશ્વર-મોરબીમાં 93 AQI પ્રદૂષણ નોંધાયું હતુ. આ પ્રદૂષણનું પ્રમાણ 15મેના રોજ માપવામાં આવ્યું હતુ. મહત્વનું છે કે ફેબ્રુઆરીથી અત્યાર સુધી સતત હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું રહ્યું છે અને તેની જ સાથે 100થી વધારે પ્રદૂષણ આંક હોય તેવા શહેરોમાં સતત વધારો પણ થઇ રહ્યો છે.

READ  ડૉનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં પરફોર્મન્સ માટે હાસ્ય કલાકાર સાંઈરામ દવે ખૂબ ઉત્સાહિત

ઉલ્લેખનીય છે કે વિવધ 6 પ્રકારના પ્રદૂષકોની ગણતરી કરી હવા કેટલી શુદ્ધ છે તે નક્કી કરવામાં આવે છે. આ વેબસાઇટ જે-તે વિસ્તારના પ્રદૂષણ બોર્ડની માહિતીના આધારે તથા લાઇવ મોનિટરિંગ માફરતે ડેટા એકઠા કરવામાં આવે છે. ગુજરાતનો આ ડેટા સેન્દ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપ્યો છે.

આ પણ વાંચો: જાણો નાથૂરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પછી કમલ હસને શું કહ્યું

ભારત સરકાર મુજબ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 100ની આસપાસ હોય તો તે હવે સારી ગણાશે. 50થી ઓછો AQI હવા હોય તો તે ઉત્તમ પ્રકારની હવા ગણાય અને જો AQI 150થી ઉપર જાય તો હવા બિન-આરોગ્યપ્રદ ગણાય છે. AQIની વેબસાઇટ મુજબ અમદાવાદમાં 22મી મે સુધી હવા 140થી 170 AQI પહોંચી જાય તેવી શક્યતા છે. તેથી આગામી દિવસોમાં અમદાવાદની હવા વધુ ખરાબ થાય તેવી ચિંતા ઉભી થઇ છે.

FB Comments