સ્વીડનના રાજાની સાદગી: દિલ્હી એરપોર્ટ પર સામાન પોતે જ ઊંચક્યો, જુઓ PHOTOS

air-india-on-ferry-swedish-king-carl-xvi-gustaf-queen-silvia-india-visit

સ્વીડનના રાજા ભારતના દિલ્હી શહેર ખાતે ફ્લાઈટથી ઉતર્યા હતા અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું કારણ તેઓની સાદગી હતી અને તેના લીધે એર ઈન્ડિયાએ પણ એક પોસ્ટ ટ્વીટર પર કરી. સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફ અને તેમની પત્ની સિલ્વિયા દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓનું ખાનગી વિમાન ખરાબ થઈ ગયું હોવાથી બંનેએ એર ઈન્ડિયાના વિમાનમાં સફર કરી હતી.

આ પણ વાંચો :   બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ, જુઓ શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા અને તેઓ પોતાનો સામાન પોતે જ ઉંચકી રહ્યાં હતા. રાજા હોવા છતાં તેમની સાદગી ટ્વીટર પર છવાઈ ગયી હતી. એર ઈન્ડિયાએ પણ ટ્વીટ કરીને લખવું પડ્યું કે આ અમારા માટે ગર્વની વાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કચ્છના દરિયામાં મોતી નહીં પણ આ પદાર્થને શોધવા માટે 100 જવાનો સાથે પોલીસ અને BSF દ્વારા ઓપરેશન હાથ ધરાયું

સ્વીડનના રાજા પાંચ દિવસ માટે ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મુંબઈ અને ઉત્તરાખંડ પણ જવાના છે. તેમની આ યાત્રા દરમિયાન ભારત અને સ્વીડન વચ્ચે મહત્ત્વના કરાર થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

10 ATM Machine Facts You Didn't Know | Tv9GujaratINews

FB Comments