ખરીદનાર ન મળતાં હવે નવી યોજના, જાણો કેટલો એર ઈન્ડિયાનો હિસ્સો વેચાશે?

air-india-stake-sale-latest-news-govt-approves-divestment-of-air-india-

એર ઈન્ડિયાને વેચવાની પ્રક્રિયા એક વખત તો કરવામાં આવી પણ સરકારને સફળતા મળી નહોતી. આ બાદ સરકારે ફરીથી એર ઈન્ડિયાની ભાગીદારી વેચવાનો નિર્ણય લીધો છે અને તેને લઈને મંજૂરી પણ આપી દેવાઈ છે. મંત્રીઓએ આ અંગે મંજૂરી પણ આપી દીધી છે અને તેના લીધે ફરીથી બજારમાં એર ઈન્ડિયાને વેચવા માટે મુકી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   બનાસકાંઠા-પાટણ જિલ્લાના ખેડૂતો માટે સહાયની જાહેરાત, રાજ્ય સરકારે 31.5 કરોડની મંજૂર કરી સહાય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારત પાસે એવી મિસાઈલ છે કે આખું પાકિસ્તાન સાફ થઈ જાય!

 

 

આ વખતે નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે

  • પહેલાં સરકાર એવું ઈચ્છી રહી હતી કે એર ઈન્ડિયાનો અમુક હિસ્સો જ સરકારની પાસે જ રહે. આમ 76 ટકા ભાગીદારીનું વેચાણ કરવાનો નિર્ણય     લેવાયો હતો. હવે આ નિર્ણય 100 ટકા ભાગીદારીના વેચાણ માટે લેવામાં આવ્યો છે.
  • એર ઈન્ડિયા પર મોટુંમસ દેવુ હોવાથી કોઈ ખાનગી કંપનીને તેને ખરીદવા માટે તૈયાર નથી. જો કે સરકાર ફરી એકવાર પ્રયાસ કરવા માગે છે.
  • એર ઈન્ડિયા પર 60 હજાર કરોડનું કરોડ રૂપિયાનું દેવુ છે. માર્ચ સુધીમાં તમામ વેચાણની પ્રક્રિયા પુરી કરવાની સરકારની યોજના છે.
  • વર્ષ 2018-19ની વાત કરીએ તો 8400 કરોડ રૂપિયાની ખોટ એર ઈન્ડિયાએ સહન કરી છે.
READ  અમદાવાદની વી.એસ. હોસ્પિટલને બચાવવા કોંગ્રેસનું પ્રદર્શન,મેયરની સામે કર્યા સુત્રોચ્ચાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એર ઈન્ડિયા મામલે એવી ખબર આવી હતી કે કંપનીને જો જૂન મહિના સુધી કોઈ ખરીદનાર નહીં મળે તો કંપની બંધ થઈ શકે છે. હાલ પણ કંપનીના અમુક વિમાનો મૂડી ના હોવાના કારણે ઉડાન ભરી શકતા નથી. જો કે કંપનીના એમડી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એર ઈન્ડિયા પોતાનું પરિચાલન ચાલુ જ રાખશે. કંપની બંધ થઈ જશે તે એક અફવા માત્ર છે.

READ  સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે

 

Mehsana: Fake police thrashed in Vadnagar| TV9News

FB Comments