સરકાર પર લાગી રહેલા આરોપ વચ્ચે વી કે સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, ‘250 આતંકીઓના મોતને અનુમાન જ રહેવા દો’

પૂર્વ સેના પ્રમુખ અને વિદેશ રાજયમંત્રી જનરલ વી કે સિંહે બાલાકોટ ઍર સ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો છે.

તેમને કહ્યું કે ઍર સ્ટ્રાઈક એક જગ્યા પર થઈ હતી. ભારતીય વાયુસેનાએ ટાર્ગેટને ચોક્કસાઈ પૂર્વક લીધો હતો. જેથી સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ના થાય. 250 આતંકીઓના મોતને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વી કે સિંહે કહ્યું કે આ આંકડો તેની પર આધારિત છે જે મકાનમાં રહેતા હતા. તે એક અનુમાન છે. અમિત શાહ તેની પુષ્ટિ નથી કરી રહ્યાં તેમને ઘણાં આતંકીઓના મોતની વાત કરી છે.

READ  VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વિકાસના મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

આ પણ વાંચો : નૌસેના પ્રમુખે આતંકીઓની વધુ એક ચાલ ખુલ્લી પાડી, આતંકવાદીઓને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે

વી કે સિંહે પાકિસ્તાનને આપી ધમકી

ભારતની પરમાણુ તાકાત અને તેના ઉપયોગ પર વી કે સિંહે કહ્યું કે ભારત એક જવાબદાર દેશ છે અને આપણે આપણી પરમાણુ તાકાતનો પહેલો ઉપયોગ નથી કરતા પણ જો કોઈ આપણા પર તેનો ઉપયોગ કરે છે તો આપણે દુશ્મનને નષ્ટ કરવાની સ્થિતિમાં છીએ. આપણી પાસે જમીન, હવા,અને સમુદ્વથી તેનો ઉપયોગ કરવાની તાકાત છે.

દિગ્વિજય સિંહે પુછયા હતા સવાલો

કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદીને ઘણાં સવાલ કર્યા તેમને કહ્યું કે વડાપ્રધાન મોદીજી તમારી સરકારના ઘણાં મંત્રી કહે છે કે 300 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કહે છે કે 250 આતંકીઓને ઠાર કર્યાં, યોગી આદિત્યનાથ કહે છે 400 આતંકીઓ ઠાર કર્યા, અને તમારા મંત્રી એસ. એસ. અહલુવાલિયા કહે છે કે એક પણ આતંકીને ઠાર કરવામાં નથી આવ્યો અને તમે આ વિષયમાં મૌન છો. દેશ જાણવા માંગે છે કે આમાં જુઠ્ઠુ કોણ છે.

READ  VIDEO: સુરતના હરિઓમનગરમાં કારખાનામાં કરંટ લાગતા મજુરનુ થયું મોત, હોબાળો કરતા કારીગરો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ

Oops, something went wrong.

FB Comments