મિરાજ-2000 થી જ ડરી ગયા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન,ભારત સામે ફરી શાંતિની અપીલ કરતાં કહ્યું,’વાતચીત માટે અમે છીએ તૈયાર’

ભારત દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને દેશોની વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બંને દેશો તરફથી એક પછી એક નિવદેનો આવી રહ્યા છે. તેની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાને આજે બુધવારે બપોરે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું જેમાં ફરી એક વખત યુદ્ધની વાત કરી છે.

પાક વડાપ્રધાનની યુદ્ધની ચીમકારી

ઇમરાન ખાને પોતાના સંદેશમાં કહ્યું કે,  અમે ભારતને પુલવામા હુમલાના પુરાવાઓ આપવાનું આશ્વાસન આપ્યું હતું. અમે આ પુરાવા અને  તપાસમાં તમામ સહયોગનું આશ્વાસન આપ્યું છે. જે સાથે જ અમે સાબિત કરી શકીએ કે પાકિસ્તાનની ધરતી પર આતંકીઓને આશ્રય આપવાની વાત ખોટી સાબિત કરી શકીએ.

આ સાથે જ  પાકિસ્તાનની જનતાને પણ વિશ્વાસ અપાવું છેકે અમે કોઇ પણ સ્થિતિમાં નથી. જો ભારત અમારી ધરતી પર આવીને પ્રહાર કરી શકે છે તો અમે પણ તેમની ધરતી પર જઇ શકીએ છીએ. તમામ યુદ્ધો લોકશાહીને ખોટાં રસ્તે દોરી જાય છે અને કોઇ જાણતું નથી કે તેઓ ક્યાં જઇ રહ્યા છે.

READ  VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 31,324 પર પહોંચ્યા, મોતનો આંકડો 1 હજારને પાર

આ પણ વાંચો : ભારતનો હુમલો અપેક્ષિત હતો, પાકિસ્તાન ઈચ્છે તો પણ પગલાં ભરી શકે તે સ્થિતિમાં નથી, ભારતના હુમલા પર વિદેશ મીડિયાએ પણ લીધી નોંધ

પાકિસ્તાન વડાપ્રધાને સાથે જ કહ્યું કે, જો હાલની સ્થિતિમાં યુદ્ધ થશે તો પણ હું કે નરેન્દ્ર મોદી કોઇ પણ તેના પર કાબુ મેળવી શકીશું નહીં. બંને દેશો ભૂતકાળના યુદ્ધના કારણે જે સ્થિતિ થઈ છે તેના પરિણામ જાણે જ છે. માટે લોકશાહીમાં યુદ્ધ કોઇ વિકલ્પ નથી.

READ  VIDEO: હ્યુસ્ટનમાં રસ્તાઓ પર મોદી-મોદી, ભારતીયોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી કાર્યક્રમનો પ્રચાર કર્યો

છેલ્લા બે દિવસથી ભારત દ્વારા પાકિસ્તાન પર સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ઇમરાન ખાને પોતાની જનાતને સંદેશો આપીને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો છે. અને ભારતની સામે શાંતિની ફરી એક વખત અપીલ કરી છે.

[yop_poll id=1851]

Oops, something went wrong.

FB Comments