ભારતની સાથે યુદ્ધની સ્થિતિમાં પહોંચેલા પાકિસ્તાનને કેમ મદદ નથી કરી રહ્યું તેનું ‘પરમમિત્ર’ ચીન ?

પાકિસ્તાનને હાલમાં ચીન તરફથી મદદ મળતી રહે છે, તે વાત આપણે સૌ જાણીએ છે. પુલવામા હુમલાના કવાતરું ઘડનાર જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અઝહર હજી સુધી ચીનના કારણે જ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર થઈ શકયો નથી. પરંતુ હાલમાં પુલાવામા હુમલા પછી પાકિસ્તાનના વલણમાં ફરક જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાનના બાલાકોટમાં ભારત તરફથી એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા બાદ પણ ચીન તરફથી વિદેશ મંત્રાલય પ્રવક્તા લુ કૈંગે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંને દક્ષિણ એશિયાના મહત્વપૂર્ણ દેશ છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાશે ત્યારે જ દક્ષિણ એશિયામાં સ્થિતિ સારી બનશે. જો ભારતના પગલાંની વાત કરવામાં આવે તો તે આતંકવાદ વિરૂદ્ધ ભરવામાં આવેલા પગલાં છે.

READ  કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી 560 લોકોના મોત! ગુજરાતમાં દેખાયેલા 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ

આ પણ વાંચો : જાણો એ વ્યક્તિ વિશે જે1999ના કારગીલ યુદ્ધ સમયે ભારતીય પાયલોટ નચિકેતાને પાકિસ્તાનની સેનાની પકડ માંથી છોડાવી લાવ્યા હતા

એટલું જ નહીં ચીનના વિદેશ મંત્રીએ પાકિસ્તાન વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી. અને બંને દેશો વચ્ચે આતંકવાદના મુદ્દે સહયોગ વધુ સારા બને તેવી માંગણી કરી છે. તેમજ ચીન સંયુક્ત રાષ્ટ્રમાં પુલવામાં હુમલાની નિંદા કરતાં પ્રસ્તાવને સમર્થન આપી ચુક્યું છે. આ એ જ ચીન છે જે મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષણા કરવામાં અડચણ લાવી રહ્યું છે.

READ  અમરેલીની સાવરકુંડલા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ માટે ચીનના વૈશ્વિક કારણો જવાબદાર છે. એક આંકડા પ્રમાણે ભારતનું બજાર 12 ટકાના દરે વધી રહ્યું છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ગણી ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલમાં ચીન મોબાઈલથી લઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવવા માટે જગપ્રખ્યાત છે. ચીન દ્વારા નવા સ્ટાર્ટઅપ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે. ચીન ઉત્પાદનના ક્ષેત્રે પહેલાં સ્થાન પર છે ત્યારે ભારત સૌથી મોટું બજારના સ્વરૂપમાં દુનિયાની સામે છે. આ સ્થિતિમાં ચીન ભારત સાથે વેપારના સંબંધો બગાડી ન શકે.

 

READ  આજનું રાશિફળઃ આ ત્રણ રાશિના જાતકોએ પ્રવાસ, વાણીનો બફાટ અને ગુસ્સો ન કરવાની સલાહ

આ તરફ ભારત સાથે અમેરિકા, જાપાન, જર્મની, રશિયા, યુકેથી લઇ ઇટાલી, ઇરાન, ઇજરાયલ જેવા ઘણાં દેશો પોતાનું સમર્થન આપી ચુક્યા છે. જેના કારણે ચીન જો પાકિસ્તાનનું સમર્થન પણ કરે તો તેની મુશ્કેલી વધી શકે છે.

[yop_poll id=1855]

 

FB Comments