ભારત સામે યુદ્ધની ડંફાસો હાંકતા પાકિસ્તાન સામે ભારતની તાકત બમણી છે, વિશ્વમાં સૈન્ય તાકાતમાં ભારત ચોથા ક્રમાંકે છે

ભારતે 26 ફેબ્રુઆરીના વહેલી સવારે પાકિસ્તાન પર હુમલો કર્યો છે જેની સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધાવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. ભારત 136 દેશોના ઈન્ડેક્સમાં ભારત સૈન્ય તાકાતમાં ચોથાં ક્રમાંક પર છે. જ્યારે પાકિસ્તાન 17માં ક્રમાંક પર છે. આ માહિતી ગ્લોબલ ફાયર પાવર 2018 ના ઈન્ડેકક્ષ દ્વારા આપવામાં આવી રહી છે.

જ્યારે કેટલાંક રક્ષા વિશેષજ્ઞોના અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની શકયતા ઘણી જ ઓછી છે. પરંતુ જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય તો તે સ્થિતિમાં ભારતીય સેના પાકિસ્તાન સામે ક્યાં ઊભી રહી છે. આવા જાણવાનો પ્રયત્ન કરીએ.

READ  શું લાલકૃષ્ણ અડવાણીએ મૌન ધારણ કરી લીધું છે? સંસદમાં છેલ્લા 5 વર્ષોમાં બોલ્યા એટલા જ શબ્દો જેટલા બીજા ધોરણનો વિદ્યાર્થી ગાય પર એક નિબંધ લખે

ભૂમિ સેના પર ક્યાં છે પાકિસ્તાન ?

જો બંને દેશોની ક્ષમતા અને હથિયારોની પર નજર નાખવામાં આવે તો તે સ્થિતિમાં ભારત પાકિસ્તાન કરતાં ઘણું જ મજબૂત છે. ભારત પાસે જો સેનાની ક્ષમતા જોવામાં આવે તો 12 લાખથી વધુ જવાન છે જ્યારે પાકિસ્તાન પાસે 6 લાખ 20 હજાર જવાનો છે. જેમાં ભારત પાસે કોમ્બેટ ટેન્ક 4426 છે અને પાકિસ્તાન પાસે માત્ર 2924 કોમ્બેટ ટેન્ક છે. એટલું જ નહીં ભારત પાસે 7414 તોપ છે અને પાકિસ્તાન પાસે 3278 તોપ છે.

વાયુ સેનામાં ભારત આસમાન પર છે

જો વાયુ સેનાની વાત કરવામાં આવે તો ભારત ત્યાં ઘણું આગળ છે. ભારત પાસે 2102 વિમાન છે. જ્યારે પાકિસ્તાન 951 વિમાન છે. ભારત પાસે 676 ફાઈટર જેટ છે જેની સામે પાકિસ્તાન પાસે 301 જેટ છે. ભારત પાસે હુમલા કરવા માટે 809 જ્યારે પાકિસ્તાન પાસે 394 વિમાનો છે. જો હુમલા કરી શકે તેવા હેલિકોપ્ટરની વાત કરવામાં આવે તો પાકિસ્તાન પાસે 53 છે તો ભારત પાસે 16 છે.

READ  જાણો Under 19 World Cupના રસપ્રદ તથ્યો

નૌસેનામાં ભારતની સરખામણીમાં પાકિસ્તાન ક્યાંય નથી

ભારત પાસે જો નૌસેનાની તાકાત જોવામાં આવે તો પાકિસ્તાન ખૂબ જ નબળું છે. ભારત પાસે 3 એરક્રાફ્ટ કેરિયર છે તો પાકિસ્તાન પાસે માત્ર 1 જ છે. જ્યારે ભારત પાસે 11 ડિસ્ટ્રોયર છે તો પાકિસ્તાન પાસે એકપણ નથી. જો સબમરીનની વાત કરવામાં આવે તો ભારત પાસે 15 છે તો પાકિસ્તાન પાસે માત્ર 8 સબમરિન છે.

READ  IIT મુંબઈમાં 'જંગલ રાજ': ક્લાસરૂમમાં ગાય અને હોસ્ટેલ નજીક ચિત્તો જોવા મળ્યો

આ પણ વાંચો : મોટી મોટી વાત કરતું પાકિસ્તાન ‘ઠન ઠન ગોપાલ છે’, યુદ્ધ થશે તો માત્રને માત્ર 6 દિવસમાં જ ભારતના ઘુંટણિયે પડી જશે પાકિસ્તાન

હવે આધુનિક સમયમાં ન્યુક્લિયર હથિયારની વાત કરવામાં આવે તો પાકિસ્તાન પાસે આશરે 140 ન્યૂક્લિયર હથિયાર છે તો ભારત પાસે 130 હથિયાર છે. જેની હાલના સમયમાં ભારતે ડરવાની જરૂર નથી. કારણ કે ભારત પાસે ત્યાં ઘણાં શક્તિશાળી હથિયાર છે.

[yop_poll id=1632]

Oops, something went wrong.

FB Comments