વિપક્ષનો સવાલ ‘એર-સ્ટ્રાઈકમાં કેટલાં આતંકીઓ મર્યા?’, જવાબમાં વી.કે.સિંહે કહ્યું કે ‘કેટલાં મચ્છર મર્યા તે ગણવાં બેસુ કે આરામથી સૂઈ જાવ?’

પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર ભારતે કરેલી ઍર સ્ટ્રાઈકમાં ઠાર થયેલાં આતંકીઓની સંખ્યા પર સરકાર અને વિપક્ષ આમને-સામને છે. હવે વી.કે. સિંહે એક ટ્વિટ કરીને ફરી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે અને તેના લીધે સોશિયલ મીડિયામાં હોબાળો મચી જવા પામ્યો છે. 

કૉંગ્રેસ સહિત ઘણી વિપક્ષ પાર્ટીઓ સરકારને સવાલ કરી રહી છે કે બાલાકોટમાં જૈશના આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાએ  કરેલી ઍર સ્ટ્રાઈકમાં કેટલા આતંકીઓ ઠાર કરવામાં આવ્યા? આતંકીઓની સંખ્યા પર ચાલતા ખેંચતાણ પર વિદેશ રાજય મંત્રી જનરલ વિ.કે.સિંહે જવાબ આપ્યો છે. તેમની ટ્વિટ બાદ સોશિયલ મીડિયામાં ગરમાગરમી છવાઈ ગયી છે અને વિપક્ષ-સત્તાપક્ષ સાથે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધું છે.

 

તેમને ટ્વિટ કરીને કહ્યું કે ‘સવારે લગભગ 3.30 વાગે મચ્છર ખુબ હતા, એટલે મેં HIT માર્યો. હવે કેટલાં મચ્છર મર્યા તે ગણવાં બેસુ કે આરામથી સૂઈ જાવ?’  આમ આ ટ્વિટ બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો થવાનું શરુ થઈ ગયું છે.

READ  પાકિસ્તાનની એ 3 જગ્યાઓ જ્યાં ભારતીય વાયુ સેનાના વિમાનો વહેલી સવારમાં ત્રાટક્યાં અને કરી દીધી એર-સ્ટ્રાઈક

Top 9 National News Of The Day : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments