આ નેટવર્ક કંપની 179 રુપિયાના રિચાર્જ સાથે આપી રહી છે 2 લાખ રુપિયાનો વીમો

rs-179-prepaid-bundle-with-built-in-life-insurance-cover

દેશની ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને નવા ગ્રાહકોને કંપનીની સાથે જોડાઈ તે માટે નવા પ્લાન્સ પણ કંપની લાવતી હોય છે. એરટેલ કંપની એક એવો પ્લાન લાવી છે જેને રિચાર્જ કરવાથી જીવન વીમા કવચ પણ મળી રહ્યું છે. આજેપણ દેશમાં અમુક લોકો પાસે લાઈફ ઈન્સ્યોરન્સ નથી ત્યારે આ પ્લાન ખરીદવાથી 2 લાખ રુપિયાનો વીમો મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Navratri Special : Flattering Chic Hair-dos For Navratri - Tv9 Gujarati

rs-179-prepaid-bundle-with-built-in-life-insurance-cover

આ પણ વાંચો :   Khelo India 2020 : ગુવાહાટી ખાતે ગુજરાતના સ્પર્ધકોએ જીત્યા આટલા મેડલ, વાંચો વિગત

ક્યાં રિચાર્જ પર કંપની આપી રહી છે સુવિધા?

ભારતી એરટેલ કંપની દ્વારા 179 રુપિયાનો નવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. 179 રુપિયાનું રિચાર્જ જો એરટેલ કંપનીના ગ્રાહકો કરાવશે તો તેની સાથે 2 લાખના વીમાનું કવચ પણ મળી રહ્યું છે. એરટેલ કંપનીએ ભારતી એક્સા લાઈફ ઈન્શ્યોરન્સ કંપની સાથે આ અંગે ટાઈઅપ કર્યું છે. જેમાં એક મહિના માટે 2 જીબી ડેટા ઈન્ટરનેટ, 300 એસએમએસની સુવિધા ગ્રાહકોને મળી રહી છે.

READ  મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો, મોબાઈલ ટેરિફમાં 40થી 50 ટકાનો તોતિંગ વધારો થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with-365-days-validity

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કંપનીએ કહ્યું કે આ વીમા કવચ 18થી 54 વર્ષના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી. રિચાર્જ કર્યા બાદ ડિજીટલ રીતે વીમાની માહિતી ગ્રાહકોને આપવામાં આવશે. જો ગ્રાહક ઈચ્છે તો આ અંગે દસ્તાવેજો કંપની પાસેથી મંગાવી શકે છે.

READ  વડોદરામાં કોરોનાથી મૃત્યુ પામનારાના અંતિમ સંસ્કાર, વાસણા સ્મશાનગૃહમાં કરવા સામે સ્થાનિકોનો વિરોધ

 

Oops, something went wrong.
FB Comments