જો આપની પાસે છે ઍરટેલનું સિમ, તો પડશે આપના ખિસ્સાને ભારે, વાંચી લો આ ખબર, નહિંતર પડશે પસ્તાવું

શું આપની પાસે ઍરટેલનું સિમ કાર્ડ છે ? તો તેનું આયુષ્ય હવે આજીવન નહીં રહે. આ સિમ કાર્ડ આપને મોંઘુ પડી શકે છે. ઍરટેલ સિમ કાર્ડ ધરાવતા લોકોને ફ્રી ઇનકમિંગ જોઇતું હોય, તો તેમણે પોર્ટૅબિલિટીનો ઉપયોગ કરી કંપની વહેલી તકે બદલી લેવી જોઇએ. નહિંતર આ સિમ કાર્ડ આપના ખિસ્સા પર ભારે પડવાનું છે.

 

હકીકતમાં ભારતી ઍરટેલે પોતાનો લાઇફટાઇમ ફ્રી ઇનકમિંગ પ્લાન બંધ કરી દિધો છે. કંપનીના નવા નિર્ણય મુજબ ગ્રાહકોને હવે ઇનકમિંગ સેવા માટે દર મહિને લઘુત્તમ રૂપિયાનું બૅલેંસ જાળવવું પડશે. જે ગ્રાહક આમ નહીં, કરે તેના સિમ કાર્ડમાં ઇનકમિંગ કૉલની સુવિધા બંધ થઈ જશે.

એક અંદાજ મુજબ ઍરટેલની લાઇફ ટાઇમ ફ્રી ઇનકમિંગ સેવા બંધ થયા બાદ 5થી 7 કરોડ ગ્રાહકોનું નુકસાન થઈ શકે છે, પરંતુ કંપનીને તેની કોઈ ચિંતા કે પરવા નથી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

શું છે કંપનીનો તર્ક ?

ભારતી ઍરટેલના એક સીનિયર એક્ઝીક્યુટિવે જણાવ્યું કે કંપનીને આ નુકસાનની ચિંતા નથી. આ પગલાથી વધુ એવરેજ રેવન્યુ પર યૂઝર (ARPU) જનરેટ થશે, કારણ કે આ પ્લાન હેઠળ લેવામાં આવેલા મોટાભાગના SIM કાર્ડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. કંપનીના અધિકારીએ કહ્યું કે આ પગલાથી થનાર નુકસાનને કવર કરવા માટે કંપની વર્તમાન ગ્રાહકને શ્રેષ્ઠ સર્વિસ આપશે.

એક્ઝીક્યુટિવે જણાવ્યું, ‘મારું માનવું છે કે અમને કેટલાક કસ્ટમર્સ (50-70 મિલિયન)નું નુકસાન થઈ શકે, કારણ કે આમાંથી કેટલાક અસ્તિત્વમાં ન પણ હોઈ શકે અથવા આ સેકેંડ SIM હોઈ શકે છે.’

નોંધનીય છે કે આ અગાઉ વોડાફોન અને આઇડિયા પણ આવું કરી ચુક્યાં છે. બંને કંપનીઓએ પોતાના અનલમિટેડ પ્લાન્સને લિમિટેડ કૅટેગરી પ્લાનમાં કન્વર્ટ કરી દિધો. સપ્ટેમ્બર-28 સુધી ઍરટેલની ARPU 100, વોડાફોન અને આઇડિયાની 88 તથા રિલાયંસ જિયોની 131 રૂપિયા હતી.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Vadodara: Congress worker arrested with 42 bottles of foreign liquor- Tv9

FB Comments

Hits: 5051

Comments are closed, but trackbacks and pingbacks are open.