ધરતીથી 6000 ફુટ ઊંચાઈ પર આવેલા આ રમણીય શહેરમાં યોજાશે આકાશ અંબાણી-શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ પાર્ટી : જુઓ PHOTOS

રિલાયંસ ચૅરપર્સન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન માર્ચમાં શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્ન પહેલા પ્રી-વેડિંગ પાર્ટીની તૈયારીઓ થઈ રહી છે.

 

આકાશ-શ્લોકાની પ્રી-વેડિંગ પાર્ટી સ્વિટ્ઝરલૅંડમાં આ જ વીકેન્ડે યોજાવાની છે અને આ પાર્ટી જે શહેરમાં યોજાવા જઈ રહી છે તેનું નામ છે સેંટ મૉરિટ્ઝ.

સેંટ મૉરિટ્ઝને રિસૉર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ જ શહેરથી અલ્પાઇન વિંટર ટૂરિઝ્મની શરુઆત થઈ હતી. બે વખત અહીં વિંટલ ઓલિંપિક પણ યોજાઈ ચુક્યું છે. સેંટ મૉરિટ્ઝ લગભગ 6 હજાર ફુટની ઊંચાઈએ આવેલું છે. શિયાળા ઉપરાંત ઉનાળામાં પણ લોકો સેંટ મૉરિટ્ઝ આવવાનું પસંદ કરે છે.

મળતી માહિતી મુજબ અંબાણી પરિવાર સેંટ મૉરિટ્ઝની ફાઇવ સ્ટાર હોટેલ બૅડરટ પૅલેસમાં રોકાશે. આ હોટેલ તળાવના કિનારે ાવેલી છે. 23-24 ફેબ્રુઆરીના વીકેન્ડમાં આ હોટેલના એક રૂમની સૌથી ઓછી કિંમત 98,500 રૂપિયા છે, તો સૌથી મોંઘુ સૂટ 3 લાખ રૂપિયાનું છે.

કહેવાય છે કે આકાશ અંબાણી સેંટ મૉરિટ્ઝમાં ગ્રાંડ બેચલર પાર્ટી આપી રહ્યા છે. પાર્ટી રવિવારે અથવા સોમવારે થશે કે જેમાં બૉલીવુડથી લઈ તમામ નામચીન લોકો મહેમાન તરીકે હાજરી આપવાના છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી લગભગ 500 મહેમાનોને આ પાર્ટી માટે ઇનવાઇટ કરી રહ્યા છે. બૉલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર કરણ જૌહાર પહેલા જ સેંટ મૉરિટ્ઝ પહોંચી ચુક્યા છે, જ્યારે રણબીર કપૂર પણ પાર્ટીમાં આવવાના છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપરાના પણ પાર્ટીમાં સામેલ થવાની શક્યતા છે.

Top News Stories From Gujarat: 24/7/2019| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

મોટો ખુલાસો : પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી બેનકાબ, કાર્યવાહીના ડ્રામા પહેલા પાકિસ્તાની સેનાનું કાવતરું, મસૂદ અઝહર સહિત 6 ટૉપ જૈશ કમાંડરોને સલામત સ્થળે છુપાવી દીધા

Read Next

2 કલાકમાં જ 10 કિલોમીટર અને 3,550 સીડીઓ ચઢી તિરુમાલા મંદિરે પહોંચ્યા રાહુલ ગાંધી, પૂજા બાદ કર્યું 5 કરોડ આંધ્રવાસીઓ માટે કર્યું આ મોટું એલાન

WhatsApp પર સમાચાર