• April 22, 2019

અકબરૂદ્દીને પીએમ મોદી પર આપ્યું વિવાદીત નિવેદન, ‘એટલો માર મારીશ કે કાનમાંથી લોહી નીકળશે…’

Modi And Akbarrudin_ Tv9

Modi And Akbarrudin_ Tv9

AIMIM પ્રુમખ અસદદ્દુીન ઓવૈસી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે તેમાં હવે તેમના નાના ભાઈ અકબરૂદ્દીન ઓવૈસીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. એક રેલીને સંબોધન કરતા અકબરુદ્દીન ઓવૈસીએ મોદી વિરુદ્ધ બોલતા એટલે સુધી કહી દીધું હતું કે, ચા વાળા એટલો મારીશ કે કાનમાં લોહી નીકળવા લાગશે.

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પહેલાં નેતાઓ પરસ્પર આરોપ-પ્રત્યારોપ વધુ આકરા બની રહ્યા છે. હૈદરાબાદના ચારમિનાર વિધાનસભા વિસ્તારમાં રેલીને સંબોધતા અકબરુદ્દીને કહ્યું હતું કે, ચા વાળા, અમને હેરાન ન કરશો. ચા-ચાની બૂમો પાડતા રહો છે. યાદ રાખો હું એટવું બોલીશ અને એટલું મારીશ કે કાનમાંથી લોહી નીકળવા લાગશે.

અકબરુદ્દીન ઓવૈસીએ આ સાથે જ યોગી આદિત્યનાથ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે, આજે વધુ એક આવ્યો છે. કેવા-કેવા કપડાં પહેરર્યા છે. તમાશા જેવું લાગે છે. નસીબથી મુખ્યમંત્રી બની ગયો છે. કહે છે કે, નિઝામની જેમ ઓવૈસીને પણ ભગાડીશ. અરે તું છે શું, તારી હિંમત શું. તારા જેવા 56 આવ્યા અને જતા રહ્યા. અરે ઓવૈસીને છોડો તેની આગામી 100 પેઢી પણ આ દેશમાં રહેશે અને તારી સાથે લડશે અને સંઘર્ષ કરશે.

આ પણ વાંચો : LRD પેપર લીકમાં સામે આવ્યું રાજકીય કનેક્શન, PSI સહિત ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ

નોંધનીય છે કે, યોગી આદિત્યનાથ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે સામ-સામે આરોપ પ્રત્યારોપણ ચાલી રહ્યું છે. તેલંગાણાના વિકારાબાદમાં તેંદુરમાં એક રેલીને સંબોધીત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ભાજપ સત્તામાં આવશે તો હું તમને વિશ્વાસ અપાવું છું કે, ઓવૈસીને તેલંગણા છોડીને એવી જ રીતે ભાગવું પડશે જે રીતે નિઝામ હૈદરાબાદ છોડીને ભાગ્યા હતા.

[yop_poll id=”103″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gandhinagar: LS Elections 2019; People furious over not getting voters slip- Tv9

FB Comments

Hits: 1547

TV9 Web Desk6

Read Previous

ગુસ્સે ભરાયેલા નેતાએ રસ્તા પર કર્યું કંઈક આવું, લાચાર બની જોતી રહી પોલીસ

Read Next

એવું તો શું થયું કે હિન્દુઓએ મુસ્લિમો માટે ખોલવા પડ્યા શિવ મંદિરના દ્વાર ?

WhatsApp chat