પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પોતે કર્યો ખુલાસો કે પત્રકારોને તેમણે આપી છે લાંચ, ઍવૉર્ડ્સની આડમાં આપવામાં આવી લાંચ અને સત્તા મળશે તો ફરી આપશે લાંચ : આપ પણ સાંભળો, જુઓ Video

યૂપીના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટી (એસપી)ના પ્રમુખ અખિલેશ યાદવે વાતો-વાતોમાં બહુ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

અખિલેશ યાદવે જે ખુલાસો કર્યો છે, તેનાથી ઉત્તર પ્રદેશમાં એસપી સરકારોના કાર્યકાળમાં અપાતા યશ ભારતી પુરસ્કારનું સન્માન અને તે પુરસ્કાર વિજેતાઓ કુલ 164 મહાનુભાવોની વિશ્વસનીયતા સામે મોટો પ્રશ્નચિહ્ન ઊભો થઈ ગયો છે.

અખિલેશ યાદવે લખનઉમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન યશ ભારતી પુરસ્કાર વિશે એવી ખૂબ જ નિર્લજ્જપણે આ સ્વીકાર કર્યો કે યશ ભારતી પુરસ્કાર તેવા લોકોને અપાયા કે જે લોકો એસપી અને તેની સરકારોની વાહવાહી કરતા હતાં અને આ વાહવાહીના બદલામાં તેમને 50 હજાર રૂપિયા માસિક પેંશન આપવામાં આવ્યું.

અખિલેશના ખુલાસાથી કે 1994થી 2016 સુધીમાં કુલ પાંચ વખત અપાયેલા યશ ભારતી પુરસ્કાર સવાલોના ઘેરામાં આવી ગયા છે. અખિલેશે જે વાત કહી છે, તેનાથી સ્પષ્ટ તરી આવે છે કે અત્યાર સુધી પત્રકારો સહિત જે પણ લોકોએ આ પુરસ્કાર હાસલ કર્યો છે, તેમણે માત્ર અને માત્ર સમાજવાદી પાર્ટી વિશે સારું લખ્યું, બોલ્યું કે કર્યું હશે. એટલે જ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યું.

READ  IRCTCથી ટિકિટ બૂક કરતી વખતે જો કરશો આ ભૂલ તો ટિકિટ બૂક તો નહીં થાય અને પૈસા પણ કપાશે

સાંભળો નીચે આપેલા વીડિયોમાં અખિલેશે શું ખુલાસો કર્યો ? અખિલેશની આ સરાજાહેર સ્વીકારાયેલી લાંચ તરીકે પુરસ્કાર આપવાની બેશરમી ભરેલી વાતને આપ 09.15 – 09.44 મિનિટ વચ્ચે સાંભળી શકશો.

અખિલેશના આ કહેવાનો સીધો મતલબ એ છે કે અત્યાર સુધી એસપી સરકારો કે જેમાં અગાઉ મુલાયમ સિંહ મુખ્યપ્રધાન હતાં અને ત્યાર બાદ તેમના પુત્ર અખિલેશ મુખ્યપ્રધાન હતાં, તેમણે પુરસ્કાર તરીકે લોકોને ખુલ્લેઆમ લાંચ જ આપી છે. જે લોકો એસપી અને તેની સરકાર માટે સારા રહ્યાં, તેઓને જ આ પુરસ્કાર આપવામાં આવ્યાં. યશ ભારતીની આડમાં એસપી સરકારોએ કહેવાતા મહાનુભાવોને લાંચ આપી અને એટલું જ નહીં, અખિલેશે આ વીડિયોમાં તો ખુલ્લેઆમ કહ્યું કે તેઓ સરકારમાં પાછા ફરશે, તો ફરીથી એસપી માટે સારું કરનારાઓને યશ ભારતીથી નવાજશે.

READ  અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

આશ્ચર્યની વાત એ છે કે યશ ભારતી પુરસ્કારની શરુઆત સપા સરકારમાં જ મુલાયમ સિંહ યાદવે કરી હતી અને જ્યારે-જ્યારે આ પુરસ્કારો અપાયા, તે તમામ સમયે એસપીની જ સરકાર હતી. યૂપીમાં અન્ય પક્ષની સરકારે આ પુરસ્કાર બંધ કરી દિધું હતું. 1994માં થયેલી યશ ભારતી પુરસ્કારની શરુઆતમાં ત્રણ લોકો પ્રદીપ મેહતા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને આપવામાં આવ્યા હતાં. 2006માં ફરી મુલાયમ સિંહ યાદવ સીએમ બન્યા. તેમણે અભિષેક બચ્ચન અને વિવેકી રાયને આ યશ ભારતી સન્માન આપ્યું. 2015માં ફરી એસપી સરકાર આવી અને અખિલેશ મુખ્યપ્રધાન બન્યાં. આ સાથે જ યશ ભારતી પુરસ્કાર ફરી શરુ થયાં. 2015માં કુલ 56 લોકોને આ સન્માન અપાયું, તો માર્ચ-2016માં 46 તથા ઑક્ટોબર-2016માં 57 લોકોને આ પુરસ્કાર આપવામાં આવ્યાં.

READ  નેપાળ પોલીસને જોઈ પોપટની જેમ બોલવા લાગ્યો મહાઠગ વિનય શાહ

[yop_poll id=722]

Jamnagar: Authorities hold Dengue awareness program in schools| TV9GujaratiNews

FB Comments