‘મોદીજી, કુંભ દરમિયાન દાનનું બહુ મહત્વ હોય છે, આ કિલ્લો દાનમાં આપી દો, બહુ પુણ્ય મળશે’, કોણે અને કેમ કરી આવી અરજ ?

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પાસે 436 વર્ષ જૂનો કિલ્લો દાનમાં માંગ્યું છે.

આ પણ વાંચો : ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનને પેંશન આપો અને બચે તો રાવણને પણ મળવું જોઇએ પેંશન : જાણો કોણે અને કેમ કરી આવી વિચિત્ર DEMAND ?

અખિલેશ યાદવે લખનઉમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મોદી સરકારને આ વિનમ્ર અરજ કરી. હાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેનો હવાલો આપતાં અખિલેશે કહ્યું કે કુંભ દરમિયાન દાન કરવાથી મોદી સરકારને બહુ પુણ્ય મળશે.

READ  તમે પણ પીએમ મોદીને રૂબરૂ મળી શકો, સપનું થઈ શકે સાકાર, બસ આટલી ‘યોગ્યતા’ હોવી જોઇએ

આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પોતે કર્યો ખુલાસો કે પત્રકારોને તેમણે આપી છે લાંચ, ઍવૉર્ડ્સની આડમાં આપવામાં આવી લાંચ અને સત્તા મળશે તો ફરી આપશે લાંચ : આપ પણ સાંભળો, જુઓ VIDEO

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તમે પણ સાંભળો કે અખિલેશ યાદવે શું કહ્યું ? નીચે આપેલા વીડિયોમાં 08.10 – 08.57 મિનિટ દરમિયાન અખિલેશ યાદવ દાનમાં કિલ્લો માંગી રહ્યા છે.

READ  દેશના 21 મુખ્યપ્રધાનો મેળવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ HIGH SALARY, શું આપ જાણો છો કે ગુજરાતના CM વિજય રૂપાણીનો પગાર કેટલો છે ? કયા મુખ્યપ્રધાનને મળે છે સૌથી વધુ પગાર ?

અખિલેશ યાદવ જે કિલ્લાની વાત કરી રહ્યા છે, તે છે અલ્હાબાદ કિલ્લો. ભલે અલ્હાબાદનું નામ હવે પ્રયાગરાજ થઈ ગયું છે, પરંતુ ત્યાં આજે પણ અલ્હાબાદ કિલ્લો છે.

અલ્હાબાદ કિલ્લો 436 વર્ષ જૂનો છે. અખિલેશ યાદવે કેમ આ કિલ્લાની માંગણી કરવી પડી, કારણ કે આ કિલ્લાનો કેટલોક જ ભાગ ટૂરિસ્ટો જોઈ શકે છે. બાકીના ભાગનો ઉપયોગ ભારતીય સેના કરે છે. આ કિલ્લામાં ત્રણ મોટી ગૅલેરી છે કે જેના પર ઊંચી મીનારો છે. સહેલાણીઓને માત્ર અશોક સ્તંભ, સરસ્વતી કૂપ અને જોધાબાઈ મહેલ જોવાની જ મંજૂરી છે. આ કિલ્લો મોઘલ સમ્રાટ અકબરે 1853માં બંધાવ્યો હતો.

READ  ઈમરાન ખાનને લાગ્યો ડર! ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા કરી વ્યક્ત

અખિલેશ યાદવ ઇચ્છે છે કે આ કિલ્લો યૂપી સરકારને મળી જાય, તો ટૂરિસ્ટ અલ્હાબાદના કિલ્લાને સંપૂર્ણપણે જોઈ શકે.

[yop_poll id=726]

Ahmedabad:Ceiling collapses at Suramya apartment in Jay Mangal area, residents demand re-development

FB Comments