3 રાજ્યોમાં શપથગ્રહણ સમારોહના બહાને શક્તિપ્રદર્શન કરતા પહેલા કોંગ્રેસને લાગ્યો ઝટકો! આ નેતાઓ નહીં રહે હાજર!

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આજે મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો છે. શપથગ્રહણના બહાને કૉંગ્રેસ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. તો કર્ણાટકની જેમ ભાજપના વિરોધી દળોની એકજૂટતાનો પણ સંદેશ આપશે.

જો વાત કરીએ ત્રણેય રાજ્યોમાં યોજાનારા શપથગ્રહણ સમારોહની તો, રાજસ્થાનમાં સવારે 10 કલાકે અશોક ગહેલોત, મધ્ય પ્રદેશમાં કમલનાથ બપોરે 1.30 કલાકે થપથ લેશે. તો છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સાંજે પાંચ કલાકે કૉંગ્રેસ સરકારમાં મુખ્ય પ્રધાનના પદ અને ગોપનીયતાના શપથ લેશે. આ ત્રણેય મુખ્ય પ્રધાનોના શપથ ગ્રહણ સમારોહમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

રાહુલ ગાંધી હાલ જયપુર પહોંચી પણ ગયા છે. 2019ની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ મહાગઠબંધનમાં સામેલ થનારા વિપક્ષી દળોના નેતાઓ પણ પહોંચી શકે છે. રાજસ્થાનમાં અશોક ગહેલોતની સાથે સચિન પાયલટને નાયબ મુખ્ય પ્રધાન પદ માટે રાજ્યપાલ કલ્યાણ સિંહ શપથ ગ્રહણ કરાવશે. મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ કમલનાથને મુખ્ય પ્રધાન પદ અને ગોપનીયતાના શપત લેવડાવશે.

READ  MPમાં 3 દિગ્ગજ નેતાઓના પત્નીઓ ઉતરી શકે છે લોકસભા ચૂંટણી મહાસંગ્રામમાં, જાણો શું છે આ ત્રણેય મહિલા નેતાઓની તાકાત ?

કૉંગ્રેસે રાજ્યમાં 15 વર્ષ બાદ કમબેક કર્યું હોવાથી સમગ્ર આયોજનને ભવ્ય રૂપ આપવામાં આવ્યું છે. ભાજપ સરકારની જેમ આ વખતે ત્રણેય રાજ્યોમાં મોટા સમારોહનું આયોજન કરાયું છે.

જોકે કોંગ્રેસ આ શપથગ્રહણ સમારોહના માધ્યમથી જે વિપક્ષી એકતા દર્શાવવા માગતું હતું તેમાં ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે હિંદી પટ્ટાના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપવાનુું એલાન કર્યું હતું. પરંતુ સોનવારે એક વખત ફરીથી વિપક્ષોમાં જ તિરાડ જોવા મળી. આ ત્રેણેય રાજ્યોમાં કોંગ્રેસના ઉમેદવારના મુખ્યપ્રધાન તરીકેના શપથગ્રહણ સમારોહમાં અખિલેશ અને માયાવતી હાજરી નહીં આપે.

READ  લોકસભાની ચૂંટણીમાં 40 થી 50 ટકા મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષોએ શરૂ કરી નવી કવાયત, આ રીતે કરશે રાજકીય પક્ષો પ્રચાર

આ પણ વાંચો: રાફેલ ડીલ: SCના નિર્ણય બાદ હજી પણ કેમ વિવાદ યથાવત્? 10 મુદ્દાઓમાં સમજો આ આખો મામલો

 

શપથના બહાને શક્તિ પ્રદર્શન

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં શપથ ગ્રહણ સમારોહ
મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળનો શપથગ્રહણ સમારોહ
શપથગ્રહણના બહાને કૉંગ્રેસ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે
ભાજપના વિરોધી દળોની એકજૂટતાનો પણ સંદેશ આપશે

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

રાજસ્થાનમાં સવારે 10 કલાકે અશોક ગહેલોત લેશે શપથ
મધ્ય પ્રદેશમાં કમલનાથ બપોરે 1.30 કલાકે લેશે શપથ
છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સાંજે પાંચ કલાકે લેશે શપથ
રાજસ્થાનમાં CM ગહેલોત, ડે.સીએમ સચિન પાયલટ
મધ્ય પ્રદેશમાં કમલનાથ, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ લેશે શપથ

READ  આ 5 ભૂલોના કારણે તમને મળે છે Wi-Fiની ઓછી સ્પીડ, ભૂલ સુધારો, હાઈસ્પીડ મેળવો

[yop_poll id=256]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments