લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા

Various microphones aligned at press conference isolated over a white background

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશમાં જે સમાજ વાદી પાર્ટી પોતાનો જાદૂ ચલાવવા માગતું હતું તેને અંતે પોતાના જ કાર્યકરો પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં નબળા પરિણામથી સપાએ એક મોટી કાર્યવાહી કરી છે. પોતાની પાર્ટીના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા છે.

 

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ તમામ મીડિયાને પણ એક પત્ર લખ્યો છે. પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ચર્ચા કરવા માટે સપા પાર્ટીના પ્રવક્તાઓને આમંત્રીત ન કરવાની વિનંતી કરાઈ છે. પત્રની જાણ પ્રવક્તાઓને પણ કરી દીધી છે. ત્યારે મહત્વનું છે કે 2018 ઓગસ્ટ મહિનામાં સપાએ 2 ડઝનથી વધુ પ્રવક્તાઓની એક ટીમ બનાવી હતી.

READ  ગુજરાત જસદણ વિધાનસભાની પેટાચૂંટણી (પ્રતિષ્ઠા) નું આવતીકાલે પરિણામ

HowdyModi! : Preparations of the mega event in full swing,PM to address over 50,000 Indian-Americans

FB Comments