દેશમાં આતંકવાદી હુમલા જેવી ગંભીર અને દુઃખદ પરિસ્થિતિમાં પણ રાજકારણની ગંદી રમત રમતા પૂર્વ મુખ્યપ્રધાનને લોકોએ લીધા આડે હાથે

જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 39 જવાનો શહીદ થઈ ગયા.

જમ્મૂ-કાશ્મીર નેશનલ હાઈવે પર આ હુમલો થયો. કેટલાંયે જવાનોની હાલત હજી ગંભીર છે. આતંકવાદીએ વિસ્ફોટકોથી લદાયેલા વાહનથી સીઆરપીએફ જવાનોની લઈ જતી બસને ટક્કર મારી દીધી.

તો કોઈ પણ જાતની શરમ નેવે મૂકીને વિવિધ રાજકીય પાર્ટીઓ આ મામલે પર પણ હવે રાજકારણ રમી રહી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હુમલાને રાજકારણથી જોડ્યો તો લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધા.

અખિલેશ યાદવની આ સમયે પણ રાજકારણ રમતી ટ્વિટ જોઈને સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ જોવા મળ્યો. આસ્થા ત્રિપાઠીએ લખ્યું,

“શરમ કરો પૂર્વ મુખ્યમંત્રી દરેક જગ્યાએ રાજકારણ રમવાનું અને ભાજપ પર આરોપ લગાવવાનું. આવી સ્થિતિમાં તો સૌએ એક થઈને એકતાનો સંદેશ આપવાનો હોય, બે કોડીના પાકિસ્તાન પર હુમલો કરવામાં સરકારનો સાથ આપ. નહીંતર ચૂંટણીમાં જનતા તમને મોંઢું બતાવી શકો તેવી હાલતમાં પણ નહીં રાખે.”

તો ડૉ.વિજય શર્મા નામની વ્યક્તિએ લખ્યું કે શરમ આવવી જોઈએ. આના પર પણ રાજકારણ? આજે પણ ભાજપ અને કોંગ્રેસ કરી રહ્યાં છો. બહુ ધૂતારા છો તમે.

અનિષ્ટ દેવે લખ્યું કે શહીદો વિશે પહેલી ટ્વિટ કરી અને એમાં પણ રાજકારણ કરીને ભાજપને કોસવાનું બંધ કરો. આના કરતા તો એમ કહેતા કે અમે સરકારની સાથે છીએ, આતંકીઓ પર કડક કાર્યવાહી કરો.

78 વાહનોના કાફલામાં જઈ રહ્યા હતા 2500થી વધુ જવાનો

કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના 2500થી વધુ કર્મી 78 વાહનોના કાફલામાં જઈ રહ્યા હતા. તેમાંથી મોટા ભાગના પોતાની રજાઓ ભોગવીને કામ પર પરત ફરી રહ્યા હતા. જમ્મૂ-કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોતા વિસ્તારમાં લાટૂમોડ પર આ કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો.

પોલીસ આત્મઘાતી હુમલો કરનાર વાહન ચલાવનાર આતંકવાદીની ઓળખ પુલવામાના કાકાપોરામાં રહેનારા આદિલ અહમદ તરીકે કરી છે. તેમણે કહ્યું કે અહમદ 2018માં જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયો હતો.

આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી પણ લઈ લીધી છે. આ હુમલો શ્રીનગરથી 30 કિલોમીટરના અંતરે થયો છે. ધમાકો એવો હતો કે બસના ખુરચે ખુરચા ઉડી ગયા અને આપણા દેશના બહાદુર 39 જવાનો તેમાં શહીદ થયા.

[yop_poll id=1433]

FB Comments

TV9 Web Desk3

Read Previous

PM મોદીનું એલાન-એ-જંગ, ‘આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી છે, તેમણે આની કિંમત ચુકવવી પડશે’ : VIDEO

Read Next

BIG DECISION : પુલવામા આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાન પર પહેલો આર્થિક પ્રહાર, 23 વર્ષથી અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો

WhatsApp chat