અખિલેશનો પોતાના પિતા પર જ કટાક્ષ, ‘2014માં નેતાજીએ મનમોહન સિંહને આશીર્વાદ આપ્યા હતા, પછી શું થયું તે સૌ કોઈ જાણે છે’

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક મુલાકાતમાં પોતાના પિતા અને સપાના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહના અંગેના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે. ઇન્ડિયા ટુડેના કોન્કલેવમાં અખિલેશ યાદવે કહ્યું કે, લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પિતા મુલાયમ સિંહે આશીર્વાદ આપ્યા જરૂર છે. પરંતુ તેનો અર્થ માત્ર હું જ જાણું છું.

જો તમે 2014નું રેકોર્ડીંગ જોશો તે તમને ઘણી ખાસ વાત જાણી શકશો. મુલાયમ સિંહે મનમોહન સિંહને આશીર્વાદ આપ્યા હતા. તેઓ બીજી વખત વડાપ્રધાન બને પરંતુ તેમ બન્યું નથી. મનમોહન સિંહ ચૂંટણી હારી ગયા, કોંગ્રેસ સત્તામાંથી પણ બહાર થઈ ગયું છે.

READ  અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સ્મૃતિ ઈરાનીએ કરી 'પૂજા-અર્ચના'

આ પણ વાંચો : અભિનંદનના મેડીકલ ચેકઅપ બાદ પહેલી જ મુલાકાત લેવા માટે પહોંચ્યા રક્ષા મંત્રી, દેશ તરફથી આપી શુભેચ્છા

અખિલેશે સાથે જ કહ્યું કે, આ વાતને જોતાં તમે સમજી શકો છો કે વડાપ્રધાન મોદી ફરી ચૂંટણી જીતશે કે નહીં. કારણ કે તેમને પણ મુલાયમ સિંહના આશીર્વાદ મળ્યા છે. આ સાથે જ 2019ની લોકસભાની ચૂંટણી પર અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડવા પર પણ પ્રતિક્રિયા આપી છે.

READ  VIDEO: શરદ પવારના બદલાયા સૂર? 'ભાજપ-શિવસેના પોતાનો રસ્તો જાતે નક્કી કરે'

પહેલી વખત અખિલેશે કહ્યું કે, હું વડાપ્રધાન બનવાની ઇચ્છા રાખતો નથી. પરંતુ હું વડાપ્રધાન બનાવવામાં વિશ્વાસ રાખું છું. જો કે 2019ની લોકસભાની ચૂંટણીમાં દેશને નવા વડાપ્રધાન જરૂરથી મળશે તે વાતનો મને પૂરો વિશ્વાસ છે.

Top News Stories Of Gujarat: 21-11-2019 | TV9GujaratiNews

FB Comments