અક્ષય કુમારે દીકરી નિતારા સાથે ઝુંપડીમાં જઈ ગોળ અને રોટલીની મજા માણી, કહ્યું ‘મળી જીવનની મોટી શિખામણ’

અક્ષય કુમારે મોર્નિગ વોકને લઈને એક કિસ્સો શેર કર્યો છે. જેમાં તેઓ દીકરી નિતારા સાથે નજરી પડી રહ્યાં છે. ટ્વીટર પર અક્ષય કુમારે બે ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં એક ઝુંપડી છે ત્યાં અક્ષય કુમાર પાણીની શોધ માટે ગયા હતા.

 
અક્ષય કુમારે આ ટ્વીટર પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે આજની મોર્નિંગ વોક નાની નિતારા માટે એક જીવનની શીખામણ બની ગયી. અમે આ દયાળુ અને વૃદ્ધ દંપતિના ઘરે પાણીની શોધ માટે ગયા હતા પરંતું તેઓએ અમારા માટે સ્વાદિષ્ટ ગોળ અને રોટલી બનાવી. ખરેખર, દયાળુ હોવામાં કંઈપણ ખર્ચ થતો નથી પણ તેનાથી મળે કંઈક વધારે જ છે. હાલ અક્ષય કુમાર વેકેશનમાં મહારાષ્ટ્રમાં છે. તેઓ મહારાષ્ટ્રના શિલિમ ખાતે રજાઓને માણી રહ્યાં છે. ત્યારે આ પોસ્ટ અક્ષય કુમારે કરી હતી.
Oops, something went wrong.
FB Comments
READ  બગદાદ એરપોર્ટ પર અમેરિકાની 'એર સ્ટ્રાઈક', ઈરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8 લોકોના મોત