વાયુ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસું બગાડી શકે છે, વરસાદ પાછો ઠેલાવાની શક્યતાઓ

ગુજરાતમાં ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે. મેઘરાજીની પધરામણી થાય તે પહેલા ગુજરાત પર વાવાઝોડાના ખતરો મંડરાઈ રહ્યો છે.  સૌરાષ્ટ્ર-કચ્છ નજીકથી વાયુ નામનું વાવાઝોડું પસાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાના સંકટના પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

આ પણ વાંચો:  ગુજરાતમાં બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છો, જાણો બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો

વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ-કચ્છના દરિયા કાંઠે અત્યારથી જ કરંટ જોવા મળી રહ્યો છે.  રેસ્ક્યૂ ટીમને તૈનાત કરી દેવાઈ છે. તંત્રને સ્ટેન્ડ ટૂ રહેવા આદેશ આપી દેવાયો છે અને સૌરાષ્ટ્ર-કચ્છના કલેક્ટરોને પણ સજ્જ રહેવા સૂચના આપી દેવાઈ છે.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો વાવાઝોડું આવે તો ગુજરાતમાં ચોમાસું બગડી શકે છે. 15 જૂન બાદ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે પરંતુ વાવાઝોડાના કારણે વરસાદ પાછો ઠેલાઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના દરવાજા પર કોરોના વાયરસની દસ્તક !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments