આલિયા ભટ્ટે મુંબઈમાં ખરીદ્યો ત્રીજો ફ્લેટ, આ ફ્લેટની જેટલી સ્ટેમ્પ ડ્યુટી છે તેટલી રકમમાં તો અમદાવાદમાં 3BHK ફ્લેટ ખરીદી લેવાય

ખૂબ ઓછા સમયમાં આલિયા ભટ્ટે અભિનય ક્ષેત્રે પોતાને પુરવાર કરી દીધી છે. એક પછી એક, સતત આલિયા સારી ફિલ્મો આપી રહી છે. આ સફળ ફિલ્મોની સાથે આલિયાએ મુંબઈની પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આલિયા પાસે પહેલેથી જ 2 ફ્લેટ હતા અને હવે તેેણે ત્રીજો ફ્લેટ ખરીદ્યો છે. 

હાલમાં બૉલિવૂડની સફળ અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટની ગણના થાય છે. ડેબ્યૂ કર્યા બાદ છેલ્લા 6 વર્ષોમાં આલિયાએ એક પછી એક સફળ ફિલ્મો આપી છે.

READ  સ્ટેમ્પ પેપર પર પ્રતિબંધ અને ઈ-સ્ટેમ્પના નવા કાયદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી સહિત પાંચ પિટિશન

આલિયા જેમ જેમ સફળ થઈ રહી છે તેમ તેમ તે પોતાની કમાણીમાંથી રોકાણ પણ કરી રહી છે. તેણે પહેલા મુંબઈમાં 2 ફ્લેટ્સ ખરીદ્યા હતા. અને હવે એવી ખબર આવી છે કે માયા નગરીમાં તેણે બીજો એક ફ્લેટ ખરીદ્યો છે.

 

રિપોર્ટ્સ પ્રમાણે, આલિયાએ આ પ્રોપર્ટી જૂહૂમાં ખરીદ્યો છે અને તેની કિંમત આશરે રૂ.13 કરોડ છે.

READ  જાણો કેમ #BoycottVistara છે ચર્ચામાં

કહેવાઈ રહ્યું છે કે 2300 સ્ક્વેયર ફૂટનું આ અપાર્ટમેન્ટ પહેલા માળે છે. આ ફ્લેટનો રેડી રેકનર કિંમત 7.86 કરોડ છે જેનો અર્થ છે કે આ ફ્લેટ માટે આલિયાએ લગભગ બે ગણી કિંમત આપી છે. આ ફ્લેટની સ્ટેમ્પ ડ્યુટી રૂ.65.55 લાખ રૂપિયા છે. તો આ ફ્લેટની સાથે 2 ગાડીઓની પાર્કિંગ સ્પેસ પણ મળી છે.

READ  રણબીર કપૂરની આંખોમાં આવ્યા આંસુ! જ્યારે મહેશ ભટ્ટ પાસે માંગ્યો આલિયા ભટ્ટનો હાથ

[yop_poll id=900]

Top 9 Metro News Of The Day: 18/2/2020| TV9News

FB Comments