વિજય રૂપાણીએ કર્યો ઈશારો, કોગ્રેસમાં થશે ક્રોસ વોટીગ, મતગણતરી બાદ કોંગ્રેસની જૂથબંધી વકરશે

All 3 candidates of BJP will register victory, says Gujarat CM Vijay Rupani

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે યોજાઈ રહેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ, કોંગ્રેસની આંતરિક જૂથબંધી વકરશે તેમ કહેતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Vijay Rupani) સ્પષ્ટ ઈશારો કર્યો હતો કે, રાજ્યસભાની ચૂંટણીમા કોંગ્રેસમાં ક્રોસ વોટીગ થશે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો કરતા વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ચૂટણી પૂર્વે જ હારી ગઈ છે. આ ચૂંટણી ના થાય તે માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના હાઈકમાન્ડના કહેવાથી સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

READ  #Monsoon2017 : Pre-monsoon action plan washed away by heavy rainfall in Ahmedabad - Tv9 Gujarati

કોંગ્રેસના બે પૈકી એક ઉમેદવાર અહીયાથી જ ઘરે જશે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતીને રાજ્યસભામાં જશે. બીટીપીએ (BTP) કરેલ માંગણી સંદર્ભે વિજય રૂપાણીએ કહ્યું કે, આદીજાતીના વિકાસ માટે નરેન્દ્ર મોદીએ (Narendra modi) અલગ મંત્રાલય શરુ કર્યુ છે. મારી સરકારે પેસા એકટનો અમલ કર્યો છે. અમને વિશ્વાસ છે કે છોટુ વસાવા (Chhotu Vasava) અને મહેશ વસાવાના (Mahesh Vasava) મત ભાજપને જ મળશે. જો કે ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર (Baratshih Parmar) બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે વાતચીત કરવા તેમના નિવાસસ્થાને પહોચ્યા. જુઓ વિડીયો

READ  VIDEO: મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત
FB Comments