જુઓ ક્યા અને ક્યારે જોઈ શકાશે વલ્ડૅ કપ, કઈ ટીમ છે ચેમ્પિયન બનવા માટે દાવેદાર ?

ક્રિકેટ વલ્ડૅ કપને શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. ક્રિકેટના ચાહકોથી લઈને બધી જ ટીમોએ તૈયારી પણ કરી દીધી છે. ત્યારે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયાએ ટીમ પણ જાહેર કરી દીધી છે.

ક્રિકેટ વલ્ડૅ કપની શરૂઆત 30 મે 2019થી થશે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે પ્રથમ મેચ રમાશે. 14 જુલાઈએ ફાઈનલ મેચ યોજાશે. ભારતના સમય મુજબ બપોરે 3 વાગ્યે મેચ શરૂ થશે. બાકી દેશોની ઘણી મેચ સાંજે 6 વાગ્યે શરૂ થશે.

 

ક્રિકેટ વલ્ડૅ કપ આ વખતે ઈંગ્લેન્ડ-વેલ્સમાં રમવામાં આવશે. આખા વલ્ડૅ કપ દરમિયાન ઈંગ્લેન્ડના 11 શહેરમાં લોર્ડસ, ઓવલ, એજબેસ્ટન, ટ્રેન્ટ બ્રિજ, ટોન્ટન, હેડિંગ્લે, ઓલ્ડ ટ્રેફોર્ડ, બ્રિસ્ટલ, સાઉથૈમ્પટન, કાર્ડિક અને ચેસ્ટર લી સ્ટ્રીટમાં રમાશે.

ભારતમાં ક્રિકેટ વલ્ડૅ કપના પ્રસારણના બધા જ અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે. તેથી સ્ટારની બધી જ સ્પોર્ટસ ચેનલ પર આ મેચ જોઈ શકાશે. તે સિવાય ડિજિટલ માધ્યમમાં HOTSTAR પર પણ મેચ જોઈ શકાશે. આમ તો કોઈ પણ ટીમ સારૂ પ્રદર્શન કરીને ચેમ્પિયન બની શકે છે પણ હાલના સમયમાં જોઈએ તો ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બનવા માટે મુખ્ય દાવેદાર છે.

 

Monsoon 2019: Mumbai wakes up to waterlogged roads, submerged tracks after heavy rains| TV9News

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ખેડૂતો માટે ખુશખબર આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના

Read Next

આલિયા ભટ્ટે વરૂણ ધવનને રણબીર કપૂર સમજીને કરી દીધુ આ કામ !

WhatsApp પર સમાચાર