VIDEO: ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આક્ષેપોને ફગાવ્યા બાદ કહ્યું, કોઈના આશીર્વાદની જરૂર નથી

દેવેન્દ્ર ફડણવીસના આરોપોને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફગાવી દીધા છે. ઉદ્ધવે દાવો કર્યો છે કે અમિત શાહ સાથે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા પર વાત થઈ હતી. તેમણે કહ્યું કે શિવસેના જુઠ્ઠુ બોલનારાની પાર્ટી નથી. ઉદ્ધવે તો એમ પણ કહ્યું કે શિવસેના તરફથી વાતચીતના દરવાજા ખુલ્લા હતા. પરંતુ જુઠ્ઠુ બોલનારા સાથે શિવસેના વાત નથી કરતી. સાથે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે વાયદો થયો તેના માટે અમિત શાહ અને ભાજપના આશીર્વાદની જરૂર નથી.

READ  VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપની જીત, એસ જયશંકરને 104 અને જુગલજીને મળ્યા 105 મત

આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસનું મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે 15 દિવસ થયા, છતાં હજુ સીએમ પદને લઇને કોકડું ગુચવાયેલું જ છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું. CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે શિવસેના સામે ઉકળાટ કાઢ્યો. ફડણવીસે શિવસેનાના વલણ સામે બળાપો કાઢ્યો અને ક્હયું કે છેલ્લા દિવસોમાં શિવસેનાના નિવેદન વિપક્ષી પાર્ટીઓને પણ શરમાવે તેવા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાયરસ: આ ભારતીય બિઝનેસમેન આપશે 100 કરોડ રૂપિયા, આનંદ મહિન્દ્રા પણ કરી ચૂક્યા છે મદદની જાહેરાત

ફડણવીસે દાવો કર્યો કે કોઇ દિવસ અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા પર વાત નથી થઈ. શિવસેના કેટલાક નેતાઓના નિવેદનને કારણે ભાજપ સાથે સંબંધ બગાડી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments