રેલવેમાં મુસાફરી કરનારા તમામ યાત્રીકો માટે ખૂશ ખબર…જો તમારી ટ્રેન છૂટી જાય છે, તો તમને આ નિયમ અનુસાર મળી જશે પૂરતું રિફંડ

1 એપ્રિલથી PNR સંબંધિત એક નિયમમાં ફેરફાર કરાયો છે, જો તમે ટિકિટ બુક કરાવો છો અને તમારી ટ્રેન છૂટી જાય છે તો તમને તમારી ટિકિટનું પુરુ રિફંડ મળી જશે

ભારતીય રેલવે વિભાગ સતત પોતાના પ્રવાસીઓની સુવિધાને સરળ બનાવવાની કોશિશ કરી રહી છે. જો તમે પણ ઉનાળાના વેકેશનમાં બહાર ફરવા માટે જવાના છો અને ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવવાની છે તો આ વાત જાણવી જરૂરી છે. 1 એપ્રિલથી PNR સંબંધિત એક નિયમમાં ફેરફાર કરાયો છે. જો તમે ટિકિટ બુક કરાવો છો અને તમારી ટ્રેન છૂટી જાય છે તો તમને તમારી ટિકિટનું પુરુ રિફંડ મળી જશે. સાથે રિફંડ મેળવવામાં તમને કોઈ મુશ્કેલી નહી પડે. પરંતુ આ ત્યારે જ થશે કે, જો પહેલી ટ્રેન સ્ટેશન પર મોડી પહોંચે અને ત્યાં સુધીમાં બીજી ટ્રેન જતી રહી હોય તો આ નિયમ લાગુ થશે. એટલે તમારે કોઈ જગ્યાએ જવા માટે બે ટ્રેન બદલવી પડે તો તેવા કિસ્સામાં આ નિયમ લાગુ થશે.

READ  સસ્તામાં કુંભ જવું હોય તો વાંચી લો ખબર, IRCTC 1000 રૂપિયાથી ઓછા ખર્ચે કરાવશે કુંભ મેળાની યાત્રા, બુકિંગ ટૂંકમાં જ થવાની છે શરુ

આ પણ વાંચોઃ છઠ્ઠા ચરણમાં દિલ્હી સહિત કુલ 7 રાજ્યની 59 બેઠક પર યોજાશે મતદાન, જાણો કયા દિગ્ગજ નેતાઓની કિસ્મત EVM મશિનમાં થશે બંધ

PNR સાથે જોડાયેલા નિયમમાં રેલવે વિભાગે એક સર્ક્યુલર જાહેર કર્યું જેમાં મુસાફરના બે PNR એક જ મુસાફરી દરમિયાન સાથે લિંક થઈ શકશે, સાથે મુસાફરોને IRCTC E-TICKET અને PRS કાઉન્ટર ટિકિક એક સાથે આપવામાં આવશે. અત્યાર સુધી બે PNR નંબર એક સાથે જોડાયેલા ન હોવાથી ટ્રેન છૂટી ગયા પછી મુસાફરોને રિફંડ મળતું નહોતું મહત્વનું છે કે નિયમ મુજબ જો બંને ટિકિટ એક બીજા સાથે લિંક હશે તો ટ્રેન છૂટી ગયા બાદ બીજી ટ્રેનનું રિફંડ મળશે પરંતુ પહેલી ટ્રેનનું રિફંડ પ્રાપ્ત નહીં થાય.

 

READ  ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને AC કોચ જેવી સફાઈની સુવિધા મળશે, જાણો કેવી રીતે

બોર્ડિંગના નિયમમાં પણ ફેરફાર કરાયો છે. બોર્ડિંગ સ્ટેશન બદલવાની મંજૂરી નવા નિયમમાં આપવામાં આવી છે. આ કામ મુસાફરોએ ટ્રેન ખુલવાના 4 કલાક પહેલા કરવું પડશે. એટલે કે, ચાર્ટ બન્યા પહેલા જો મુસાફર પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલવા માગે છે તો તે કરી શકે છે. આ નિયમ જનરલ અને તાત્કાલિક રિઝર્વેશનમાં લાગુ થશે. રેલવેની વેબસાઈડ પર આ કામ તમે કરી શકશો.

READ  કેનેડાના નાગરિકો પાસેથી કોલ સેન્ટર ચલાવીને પૈસા પડાવતા, પોલીસે 21 લોકોની કરી ધરપકડ!

Top 9 National News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments