પૂર્વ BSF જવાન તેજ બહાદુરનું ફોર્મ રદ થવા માટે શું PM મોદી જવાબદાર છે? અલ્હાબાદ હાઈકોર્ટે PMOને મોકલી નોટિસ

અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીથી સાંસદ ચૂંટાયેલા વડાપ્રધાન મોદીને નોટિસ મોકલી છે. કોર્ટે નોટિસનો જવાબ 21 ઓગસ્ટ સુધી માંગ્યો છે. સાથે જ અન્ય વિપક્ષીઓને પક્ષકારથી હટાવવાની વકીલની માંગને સ્વીકારી લીધી છે. આ આદેશ જજ એમ.કે.ગુપ્તાએ BSFના જવાન તેજ બહાદુર યાદવની ચૂંટણી અરજી પર આપ્યો છે.

અરજી પર વરિષ્ઠ વકીલ શૈલેન્દ્રએ ચર્ચા કરી. વકીલનું કહેવું છે કે વારાણસી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડવા માટે તેમને નામાંકન પત્ર દાખલ કર્યુ હતું. નામાંકન પત્રમાં ખોટી જાણકારી આપવાની વાત કરીને તેમના નામાંકન પત્રને રદ કર્યુ હતું. તેની પર જવાબ દાખલ કરવા માટે સમય પણ આપવામાં આવ્યો નહતો. કાયદા મુજબ તેમને જવાબ આપવા માટે 24 કલાકનો સમય મળવો જોઈએ, જે આપવામાં આવ્યો નહતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહારાષ્ટ્રમાં ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓનું વચન, જુઓ VIDEO

 

અરજીમાં ચૂંટણી અધિકારીઓ પર રાજકીય દબાણમાં નિર્ણય લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેના માટે વડાપ્રધાન મોદીને જવાબદાર ગણાવ્યા હતા. કોર્ટે નોટિસ રજીસ્ટર્ડ પોસ્ટ ઓફિસથી વડાપ્રધાન મોદીને મોકલવા માટે આદેશ આપ્યો છે. સાથે જ તેનું પ્રકાશન 2 અખબારમાં કરવા માટે કહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મોરબી: કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, એકનો બચાવ, જુઓ VIDEO

 

 

By creating a law for all persecuted minorities, there is no violation of Article 14: Amit Shah

FB Comments