યોગી સરકારને ફટકાર, લોકોની પાસેથી તોડફોડની ભરપાઈ કરવા પર મનાઈ

allahabad-high-court-verdict-anti-caa-protest-revovery-of-damages-notice Uttarpardesh Government

યોગી સરકારે નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન જે જે સંપત્તિને નુકસાન થયું તે અંગે પ્રદર્શનકારીઓને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં રકમની ભરપાઈ કરવા કહેવામાં આવ્યું છે. જો કે આ મામલો ઈલાહાબાદ હાઈકોર્ટે પહોંચ્યો હતો અને યોગી સરકારને ફટકાર લાગી છે. યોગી સરકારે જે જે વસૂલીની નોટિસ મોકલી હતી તેની પર ઈલાહાબાદ હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી સ્ટે મુકી દીધો છે. જ્યારે પણ પ્રદર્શન હિંસક બને છે ત્યારે જાહેરસંપત્તિને નુકસાન થાય છે અને આ આ નુકસાનની ભરપાઈ માટે યોગી સરકારે નોટિસ ફટકારી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  15 ઓગસ્ટના દિવસે લંડનમાં ભારતીય હાઈકમિશન બહાર પાકિસ્તાની સમર્થકોનો હંગામો, પોલીસ પર ઈંડા ફેકાયા

allahabad-high-court-verdict-anti-caa-protest-revovery-of-damages-notice Uttarpardesh Government


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોર્ટમાં શું દલીલ આપવામાં આવી?
કાનપુરના મોહમ્મદ ફૈઝાને ઈલાહાબાદ હાઈકોર્ટે એક અરજી દાખલ કરી હતી અને કહ્યું કે 4 જાન્યુઆરી, 2020ના રોજ જે નુકસાનીના ભરપાઈની નોટિસ ઈશ્યુ કરવામાં આવી તે કાયદાકીય રીતે યોગ્ય નથી. આ નોટિસ એડીએમ દ્વારા ઈશ્યુ કરવામાં આવી અને સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા મુજબ સાર્વજનિક સંપત્તિનું આંકલન કરવાની સત્તા હાઈકોર્ટના સીટીગ જજ, નિવૃત્ત જજ કે જિલ્લાના જજની પાસેથી છે. આ કિસ્સામાં એડીએમ દ્વારા નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે અને તે કાયદાકીય રીતે યોગ્ય નથી.

READ  મુંબઈ ડાન્સ બારમાં પકડાયેલા 47 આરોપીને જામીન પર છોડવા માટે કોર્ટે રાખી આ અનોખી શરત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

allahabad-high-court-verdict-anti-caa-protest-revovery-of-damages-notice
અલ્હાબાદ હાઈકોર્ટ, ઉત્તરપ્રદેશ

આ દલીલ સાંભળ્યા બાદ ઈલાહાબાદ હાઈકોર્ટે નુકસાનની ભરપાઈ માટે ઈશ્યુ કરવામાં આવેલી નોટિસ પર સ્ટે લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા કાયદાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા ત્યારે યોગી સરકારે પ્રદર્શનકારીઓને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ નોટિસ મોકલવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત યોગી સરકારે જાહેરાત કરી હતી કે જે નુકસાનની ભરપાઈ નહીં કરે તેમની સંપત્તિ પણ સરકાર દ્વારા જપ્ત કરી લેવાશે. આમ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને તેમાં કોર્ટે દ્વારા યોગી સરકારને ફટકાર લાગી છે. હાલ નોટિસ પર સ્ટે હાઈકોર્ટે લગાવી દીધો છે અને તે આગામી સુનાવણી સુધી લાગુ રહેશે.

READ  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના: 7 કરોડ ખેડૂત માટે ખૂશીના સમાચાર

 

Oops, something went wrong.
FB Comments