બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ગાંધીનગરમાં રાજ્યભરના યુવાનોનો વિરોધ યથાવત્

Alleged irregularities in Bin Sachivalaya Exam : Candidates stage protest, demand to cancel exam

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે વિરોધ અને રાજ્યભરના યુવાનોનો આક્રોશ યથાવત્ છે. સાંજના 6 વાગ્યે પણ હજારોની સંખ્યામાં યુવાનો ગાંધીનગરમાં એકઠા થયા છે. જો કે સવારે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. અને યુવાનોને ગોંધી રાખવામાં આવ્યા હતા. જે બાદ ગૃહપ્રધાનને નિવેદન આપ્યું હતું. અને પરીક્ષા રદ નહીં થાય તેવી જાણકારી આપી હતી. જે બાદ યુવાનોનો આક્રોશ વધ્યો છે. જો કે, આ વિરોધ દરમિયાન કેટલાક યુવાનોની તબિયત પણ ખરાબ થઈ હતી.

READ  Mumbai's richest canines: SoBo couple leaves Rs 5 cr wealth to 2 dogs - Tv9

આ પણ વાંચોઃ સુડાનની રાજધાની ખાર્તૂમની એક ફેકટરીમાં બ્લાસ્ટ, 18 ભારતીય સહિત 23 લોકોની મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આક્રોશમાં યુવાનો કહી રહ્યા છે કે, જે સરકાર અમને નોકરી નથી આપતી તે સરકાર ન્યાય પણ કેમ આપશે. યુવાનોની માગણી છે કે, આ પરીક્ષા રદ થવી જોઈએ. જેને લઈને આજ સવારથી ગાંધીનગરના એક-એક રસ્તા પર વિરોધ કરી રહ્યા હતા. આમ છતાં સરકાર આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

READ  Drug worth over Rs 3 lakh seized in Nalasopara, 1 nabbed - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments