વિશ્વ કપ 2019માંથી શિખર ધવનની સાથે આ 5 ખેલાડીઓ પણ થઈ ગયા છે બાહર

અંગૂઠામાં ફેક્ચરના કારણે શિખર ધવન(Shikhar Dhawan) વિશ્વ કપ 2019માંથી બાહર થઈ ગયા છે. ટીમના મેનેજરે તેની અધિકૃત જાણકારી આપી હતી. સાથે જે ટીમ મેનેજમેન્ટે હવે શિખર ધવનની જગ્યાએ ઋષભ પંતની માગ કરી છે. ધવન એક ખેલાડી નથી જેઓ વિશ્વ કપમાંથી બાહર થયા હોય તેમના સહિત 5 બીજા ખેલાડીઓ પણ વિશ્વ કપમાંથી બાહર થયા છે.

દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલર ડેલ સ્ટેન(Dale Steyn) પણ ખભાની ઈજાના કારણે વિશ્વ કપમાંથી બાહર થઈ ચૂક્યા છે. સ્ટેન આ વિશ્વ કપમાં એક પણ મેચ રમ્યા નથી અને તેમને ઈજાના કારણે બાહર થવું પડ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અફગાનિસ્તાનના વિકેટકીપર બેટસમેન મોહમ્મદ શહજાદ (Mohammad Shahzad) પણ વિશ્વ કપમાંથી બાહર થઈ ચૂક્યા છે. તેમને અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈજાના કારણે ટીમની બાહર કાઢ્યા હતા. જેથી આ મામલે શહજાદે અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યું કે તેમને ષડયંત્ર હેઠળ ટીમની બાહર કરવામાં આવ્યા છે. તે સ્વસ્થ હતા પણ તે છતાં અસ્વસ્થ ગણીને ટીમની બાહર કરી દીધા.

READ  VIDEO: PM મોદીના આ જબરા ફેનના સવાલનો જવાબ દિગ્ગજ લોકો પણ નહીં આપી શકે, માત્ર 8 વર્ષની છે ઉંમર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજ(Anrich Nortje) પણ અંગૂઠાની ઈજાના કારણે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયા છે. તેમને પ્રેક્ટિસ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી. તેથી તેમની જગ્યાએ ક્રિસ મોરિસને વિશ્વ કપમાં જગ્યા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન(Jhye Richardson) પણ ઈજાના કારણે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયા છે. ટીમમાં તેમની જગ્યાએ કેન રિચર્ડસનને સામેલ કર્યા છે. પાકિસ્તાન સામેની ઓસ્ટ્રેલિયા સીરીઝ દરમિયાન તેમને ઈજા થઈ હતી.

READ  પરિણામોની જાહેરાત બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની આવી પહેલી પ્રતિક્રિયા, આવુ કંઈક બોલ્યા નેતાજી

 

Oops, something went wrong.
FB Comments