રાજનીતિક દોસ્ત બની ગયા રાજનીતિક દુશ્મન! હાર્દિક-અલ્પેશે એકબીજા પર શરૂ કર્યા આરોપ-પ્રત્યારોપ!

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને માન-સન્માન અને તાકાત આપી પરંતુ તે તેને પચાવી ના શક્યાં.

 

અલ્પેશ ઠાકોર 2017 માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાંમાં જોડાયાના 18 માસમાં જ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને સન્માન અને તાકાત આપી પરંતુ તેમને કોંગ્રેસ સામે જ આરોપો લગાવાનું શરૂ કર્યું. અલ્પેશ ઠાકોર કોંગ્રેસના બધા જ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ કહ્યું કે કોંગ્રેસે તેમેનું અપમાન કર્યું અને છેતરપિંડી પણ કરી. આ ઉપરાંત તેમને કોંગ્રેસ પર ટિકીટ વેચવાની, ઠાકોર સમાજનું અપમાન કરવાનું અને વિશ્વાસઘાત કરવાનો પણ આરોપ લગાવ્યા.

READ  બજેટ 2020: દુનિયાના 3 મોટા ખતરા જે નાણામંત્રીનું ગણિત બગાડી શકે છે!

 

 

2017 માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ પોત-પોતાના સમાજનું સંગઠન કરી અને સમાજના વિકાસની વાતો કરી હતી પરંતુ આજે આ ત્રણેય નેતાઓ અલગ-અલગ રસ્તાઓ પકડી લીધા છે.

અલગ-અલગ સમાજના આ ત્રણેય નેતાઓ એક સમયે ભાજપ સામે ભારે પડ્યા હતા અને કોંગ્રેસને સમર્થન આપી તેને મજબૂત સ્થિતિમાં લાવી દીઘી હતા. પરંતુ આ નેતાઓ સમાજ અને લોકોના વિકાસને બદલે પોતાના સ્વાર્થ માટે કામ કરી રહયા હોય તેવું લાગે છે અને એટલા માટે જ આજે તેમના સમાજના જ ઘણા લોકો તેમનો વિરોધ કરી રહયા છે.

READ  જામ્યો વરસાદી માહોલ, અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, જુઓ VIDEO

 

Surat: CID conducts raid at shop selling fake branded watches | TV9News

FB Comments