અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓની સાથે ફોટા થયા વાયરલ

અલ્પેશ ઠાકોરના નવા ઘરનું વાસ્તુ હતું. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગના ફોટા વાયરલ થયા છે. જેમાં જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજા સાથેના ફોટા છે.

કોંગ્રેસ નેતા અને ઠાકોર સેનાને આમંત્રણ નથી આપવામાં આવ્યું પરંતુ તસવીરોમાં અલ્પેશ ઠાકોરની સાથે ભાજપના અગ્રણી નેતાઓ પ્રદિપસિંહ જાડેજા અને જીતુ વાઘાણીને જોઈ શકાય છે.

 

READ  સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો

કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યા પછી એક તરફ કોંગ્રેસ અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને રદ કરવાને લઈને વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવાના છે. ત્યારે બીજી તરફ આ તસવીરો સામે આવી છે. તેને લઈને કોઈ નવા રાજકીય સમીકરણોની શકયતા જોવાઈ રહી છે.

 

Drainage water accumulated outside meeting premises of health dept officials, Rajkot

FB Comments