ગુજરાતના રાજકારણમાં ક્રિકેટ ફિવર: CM રૂપાણીએ આપ્યું T- 20 મેચનું નિવેદન અને નીતિન પટેલની ‘સેફ ગેમ’

Am not in Cricket or any Sports : Dy CM Nitin Patel on Cm Rupani's T-20 remark

આજકાલ ગુજરાતના રાજકારણમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ટી- ટ્વેન્ટી મેચ રમવાના નિવેદનને લઈને રાજનીતિ ગરમાઈ છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું સુચક નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, હું ક્રિકેટ કે કોઈ રમત રમવા નથી આવ્યો. મને તો સમાજ સેવાનો શોખ છે. વારંવાર જેલોમાં ગયો છું. આ રીતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સેફ ગેમ રમવાનો પ્રયાસ કર્યો.

READ  GUJARAT 20-20 : 14-10-2015 - Tv9 Gujarati

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રોપર્ટી શોના ઉદ્દઘાટન સમયે વિજય રૂપાણીએ ફટકા બાજી કરી હતી. સિક્સર ફટકારી હતી. કહ્યું હતું કે, જ્યારથી મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યું ત્યારથી મને ખબર હતી કે હું વન ડેનો ખેલાડી નહિં પણ ટી-20નો ખેલાડી છું. હું ક્રિઝની ચિંતા કરવા નથી આવ્યો. અડધી પીચે રમવા આવ્યો છું. આ નિવેદન ઘણું કંઈ જાય છે.

READ  VIDEO: દિવાળી પર દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર, NIAએ ગુપ્તચર એજન્સીઓને આપી જાણકારી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments