આ મહિલા છુટાછેડા લઈને ભારતની સૌથી અમીર મહિલા કરતા પણ વધુ અમીર બની ગઈ

એમેઝોનના CEO જેફ બેજોસના છુટાછેડાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. 2.52 લાખ કરોડના શેર લઈને મેકેન્ઝી દુનિયાની ચોથી સૌથી અમીર મહિલા બની ગઈ છે.

એગ્રીમેન્ટ પ્રમાણે મેકેન્ઝીને 75 % શેર અને તેના ભાગના વોટિંગ રાઈટ્સ બેજોસને આપી દીધા છે. બેજોસ અને મેકેન્ઝીની પાસે 16% શેર હતા. હવે તેમાંથી 4 % શેર મેકેન્ઝીની પાસે છે.

 

READ  પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે

મેકેન્ઝી દુનિયાની ચોથી અમીર મહિલા બની ચૂકી છે. મેકેન્ઝીની નેટવર્થ 36.5 અરબ ડૉલર થઈ ચૂકી છે. દુનિયાની સૌથી અમીર મહિલા ફ્રાન્કોઇસ માયર્સ છે. જે લોરિયલની માલિક છે. તેમની નેટવર્થ 53.7 અરબ ડૉલર છે. બીજા નંબર પર એલિસ વૉલ્ટન છે. જે વોલમાર્ટની માલિક છે. તેમની નેટવર્થ 44.2 અરબ ડૉલર છે.

મેકેન્ઝીએ ટ્વિટ કરીને કહ્યું કે હું વોશિંગ્ટન પોસ્ટ, બ્લી ઓરિજિન અને 5 % એમેઝોનના સ્ટોક અને વોટિંગ કંટ્રોલ છોડીને ખુશ છું. હું જેફને આ અવિશ્વનીય કંપનીઓને સારી રીતે ચલાવવા માટે અને તેમનું સમર્થન કરવા માટે આ કરી રહી છુ.

READ  એમેઝોન પરથી ખરીદી કરનારાઓને હવે દેખાશે કયા દેશની પ્રોડક્ટ તે ખરીદી રહ્યા છે, એમેઝોને ફરજીયાત બનાવી નીતિ

જેફ બેજોસ અને મેકેન્ઝીના લગ્નને 25 વર્ષ પુરા થઈ ચુક્યા છે. જેફ બેજોસે 1993માં મેકેન્ઝી સાથે લગ્ન કર્યા હતા. જેફ અને મેકેન્ઝીના 4 બાળકો પણ છે. બંનેની મુલાકાત કોલેજ દરમિયાન થઈ હતી. બંને એક સાથે ઈન્વેસ્ટમેન્ટ ફર્મ D.E.Shawમાં કામ કર્યુ. ત્યારબાદ વર્ષ 1994માં જેફ બેજોસે અમેઝોન કંપનીની શરૂઆત કરી.

 

Oops, something went wrong.
FB Comments