એમેઝોન પરથી ખરીદી કરનારાઓને હવે દેખાશે કયા દેશની પ્રોડક્ટ તે ખરીદી રહ્યા છે, એમેઝોને ફરજીયાત બનાવી નીતિ

http://tv9gujarati.in/amazon-par-thi-k…karidi-rahya-che/
http://tv9gujarati.in/amazon-par-thi-k…karidi-rahya-che/

એમેઝોન ઈન્ડિયાએ તેના ભારતીય વિક્રેતાઓ માટે આવતા સપ્તાહથી નવા અને હાલનાં ઉત્પાદિત લિસ્ટિંગ માટે મૂળ દેશ જોડવો આવશ્યક કરી નાખ્યો છે. તેમણે 10 ઓગસ્ટની સમય સીમા નક્કી કરતા કહ્યું છે કે વિક્રેતાઓ એ કરવું પડશે. 21 જુલાઈ 2020થી એમેઝોન કન્ટ્રી ઓફ ઓરીજીનને ફરજીયાત બનાવી રહી છે. લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 અનુસાર એમેઝોનની સિરિઝમાં લિસ્ટીંગ ટેમ્પલેટની સાથે અનિવાર્ય પણે કન્ટ્રી ઓફ ઓરીજીન શરૂ કરવા જઈ રહ્યા છે. તમે જે ખરીદી રહ્યા છો તેની જાણકારી આપવા માટે આ માહિતિ કામ લાગી શકે છે. ગ્રાહક ખરીદતી વખતે જ સમજી શકે તે કયા દેશની પ્રોડક્ટ ખરીદી રહ્યો છે. આ સાથે જ એમેઝોન દ્વારા જનરેટ કરવામાં આવેલા મેઈલમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોડક્ટની સટીક માહિતિ પુરી પાડવા માટે પ્રોડક્ટ પુરી પાડનારા જવાબદાર રહેશે. 10 ઓગસ્ટ 2020 સુધીમાં મૂળ દેશ વિશેષતામાં જાણકારી આપવામાં અગર નિષ્ફળ જવાય છે તો ડિ લિસ્ટીંગ થી લઈ કાયદાનાં ભંગ સુધીની કાર્યવાહી પણ કરી શકાય છે.


FB Comments
READ  ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શનની આશા સાથે બિહારના પટનાની યુવતી વૃંદાવનના નિધિવનમાં છૂપાઈ