3 હજાર સેટેલાઈટ્સ દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે એમેઝોન

ટેકનિકલ ક્ષેત્રની મોટી કંપની એમેઝોન સેટેલાઈટ્સ દ્વારા હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરવાની તૈયારીમાં છે.

તેના માટે અમેરિકાની કંપની અંતરિક્ષમાં 3 હજાર સેટેલાઈટ્સનું નેટવર્ક સ્થાપિત કરશે. દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન જેફ બેજોસે તેમના સ્પેસ વેન્ચર હેઠળ ‘પ્રોજેક્ટ કુઈપર’ની યોજના તૈયાર કરી છે.

 

તેના હેઠળ 3236 સેટેલાઈટ્સનું 1 નેટવર્ક સ્પેસમાં તૈયાર કરવામાં આવશે અને પછી તેના દ્વારા દુનિયાના એ ક્ષેત્રોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સેવા આપવામાં આવશે, જે જગ્યાએ તેનો અભાવ છે. હાલના દિવસોમાં એમેઝોને પ્રોજેકટમાં નોકરી માટે જાહેરાત પણ બહાર પાડી છે.

READ  આવી ગયું ‘ભારત ફાઇબર’ : આખો પરિવાર રહી શકશે CONNECTED, દરરોજ મળશે 35 GB હાઈ ડાટા ડાઉનલોડની સુવિધા, 1 GBના માત્ર 1.10 રૂપિયા

એમેઝોને કહ્યું કે આ પ્રોજેકટને પુર્ણ કરવામાં અરબો ડૉલરનો ખર્ચ થશે. ‘પ્રોજેકટ કુઈપર’ એક નવી યોજના છે. તેની હેઠળ પૃથ્વીની નિચલી કક્ષામાં ઉપગ્રહોની એક સિરીઝ સ્થાપિત કરવામાં આવશે. તેના દ્વારા તે ક્ષેત્રોમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ પૂરૂ પાડશે. જે જગ્યાએ ઈન્ટરનેટ ના હોય અથવા તો ઓછુ હોય. આ એક લાંબા ગાળાની યોજના છે, જેનાથી લાખો લોકોને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા મળી શકશે.

READ  Amazon-Flipkart પર ભારે ડિસ્કાઉન્ટની સાથે શોપિંગ કરનારાના 1 ફેબ્રુઆરીથી 'અચ્છે દિન' નો આવ્યો અંત

 

Oops, something went wrong.
FB Comments