એક ઈંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં ભરાયા પાણી, પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠ્યા સવાલો

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના જોરદાર કડાકા સાથે 2થી 3 કલાક વરસાદ ખાબક્યો હતો. સમગ્ર શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઈસનપુર-નારોલ હાઈવે પર 15 જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા અને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  England v Pakistan Cricket Match: આ કારણથી ઈંગ્લેન્ડની ટીમ હારી અને પાકિસ્તાન બાજી મારી ગયું

આ પણ વાંચો:  કલેકટર પોતે જ ગટરમાં ઉતરીને કરે છે શહેરની ગંદકી સાફ, મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ

પાણી ભરાવાની સાથે જ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. એએમસી દ્વારા જે પ્રિ-મોનસુન પ્લાનની તૈયારીની વાતો કરવામાં આવે છે તે નરી આખે લોકો જોઈ શકે છે. અમદાવાદમાં વધારે વરસાદની તો વાત જ નથી હજુ એક ઈંચ જ વરસાદ પડ્યો છે ત્યાં જ શહેરની હાલત કથળી ગઈ છે.  રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણીના ભરાવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે અને તેના લીધે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

READ  'પાણી નહીં તો વોટ નહીં, ભાજપ-કોંગ્રેસ લડતાં રહ્યાં અને માલપુરના નાથાવાસના ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર જાહેર કરી દીધો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments