અમદાવાદ જીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમનાં સૌરાષ્ટ્રમાં 15થી વધુ સ્થળોએ દરોડા,100 કરોડના બિનહિસાબી વ્યવહારો અને ટેક્સચોરી ઝડપાઈ

http://tv9gujarati.in/amdaavad-gst-ni-…vyhvaar-zadpaaya/ ‎
http://tv9gujarati.in/amdaavad-gst-ni-…vyhvaar-zadpaaya/ ‎

અમદાવાદ જીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમે સૌરાષ્ટ્રમાં 15થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા.જેમાં રૂ.100 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે. સિંગદાણાના વેપારીઓએ જેટલો માલ વેચ્યો હતો તેના કરતા ઓછો ટેક્સ ભરીને બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું. હાલ પ્રાથમિક તપાસ પૂરી થઈ ગઈ છે અને તપાસ સ્થળેથી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. ગત બુધવારથી જૂનાગઢ, માંગરોળ, કેશોદ, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ એમ અલગ અલગ સ્થળોએ અમદાવાદ જીએસટીની ટીમ ત્રાટકી હતી. તપાસ ત્રણ દિવસ સુધી ચાલી હતી. દરોડા પૂર્વે અધિકારીઓને મોરબી અને કુવાડવા લઇ જવાયા બાદ તેઓને કોને ત્યાં રેડ પાડવાની છે તેની માહિતી આપી હતી. આ તપાસમાં રાજકોટ,અમદાવાદ, જામનગર, મોરબીના અધિકારીઓ જોડાયા હતા. મોટા પ્રમાણમાં ટેક્સચોરી પકડાઈ હોવા છતા ટેકસ ચોરોના નામ જાહેર કરાયાં નથી.

READ  સેન્ટ્રલ જીએસટીએ બનાવટી ઈનવોઈસ દ્વારા કરોડોની ઈનપૂટ ટેક્સ ક્રેડીટ મેળવવાનુ કૌંભાડ પકડ્યુ
FB Comments