અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ આપી હાજરી

અમદાવાદ ખાતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ હાજરી આપી હતી.

આગામી રથયાત્રા અને રમઝા ઈદને લઈને ભાઈચારો તેમજ કોમી એકતાની સાથે સોહાર્દનો માહોલ જળવાઈ રહે તે માટે અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

READ  VIDEO: 2 દિવસમાં જ મહેસાણા નગરપાલિકાના 6માંથી 3 કોર્પોરેટર ફરી કોંગ્રેસમાં જોડાયા

 

 

આ ઈફ્તાર પાર્ટીમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ ઝોન 3ના ડીસીપી આર એફ સંગાડા, એસીપી આઈજી શેખ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન એન પરમાર સહિત બહોળી સંખ્યમાં  હિંદુ મુસ્લિમ કોમના આગેવાનોએ હાજરી આપી હતી. આ ઈફ્તાર પાર્ટી ગાયક પોલીસ સ્ટેશનના સૌજન્યથી રાખવામાં આવી હતી અને તેમાં સર્વે શાંતિ સમિતિના સભ્યો સહિત હિંદુ-મુસ્લિમ કોમના આગેવાનો પણ  જોડાયા હતા.

READ  રિંગમાં ફરી કિંગ વિજેન્દ્ર સિંહ, અમેરિકાના બોક્સર માઈક સ્નાઈડરને કર્યા નોકઆઉટ

 

Delhi High Court judge who criticized cops over Delhi violence transferred| TV9News

FB Comments